By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    1 day ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    1 hour ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    1 hour ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    1 day ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    1 day ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 day ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એ પુરુષોથી ધરાતી જ નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > એ પુરુષોથી ધરાતી જ નથી
TALK OF THE TOWN

એ પુરુષોથી ધરાતી જ નથી

Khaskhabar Editor
Last updated: 2021/03/06 at 3:55 PM
Khaskhabar Editor 6 years ago
Share
10 Min Read
SHARE

તેને નવા નવા પુરુષોનો સહવાસ પસંદ પડે છે.

તે લાગણીશીલ હોવાનું નાટક કરીને લોકોને છેતરે છે.

પ્રેમના નામે પુરુષોને મૂરખ બનાવે છે, તે ફક્ત પૈસાની પૂજારણ છે.

  • મેધા પંડ્યા ભટ્ટ

સતત હાથમાં રહેતો ફોન આપણને કેવા કેવા સંપર્કો કરાવે છે, તે આપણને ખબર હોતી નથી. મારા આર્ટીકલ હું અનેક ગ્રુપમાં મોકલતી હોઉં છું. તેવા જ કોઇ એક ગ્રુપમાંથી એક વ્યક્તિએ મારો સંપર્ક કર્યો. સૌ પ્રથમ મને મેસેજ કરીને તેમનું નામ અને વ્યવસાય જણાવ્યો. મારી સાથે આ પ્રકારની જ તેમના જીવનમાં બનેલી એક વાત કરવી છે, તો હું ક્યારે તેમની સાથે વાત કરી શકું તે પૂછ્યું. મારે મેસેજથી થોડીઘણી વાત થઇ અને સાંજે વાત કરવાનું નક્કી કર્યું.

Contents
તેને નવા નવા પુરુષોનો સહવાસ પસંદ પડે છે.તે લાગણીશીલ હોવાનું નાટક કરીને લોકોને છેતરે છે.પ્રેમના નામે પુરુષોને મૂરખ બનાવે છે, તે ફક્ત પૈસાની પૂજારણ છે.

વિનોદનો ફોન સાંજે સાત વાગ્યે આવ્યો. તેમણે મને કહ્યું કે, હું આપના આર્ટીકલ ગ્રુપમાં રેગ્યુલર વાંચુ છું. મારે મારા જીવનમાં આવેલી સ્ત્રી વિશે આપને કહેવું છે. હાલમાં મેં મારી પત્નીથી ડિવોર્સ કેસ ફાઇલ કર્યો છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તે મને છોડતી નથી અને હું માનસિક અને આર્થિક રીતે ખૂબ હેરાન થઇ રહ્યો છું. તેની સાથે હતો ત્યારે અનેકવાર શારીક પીડાનો ભોગ પણ બન્યો છું. હું આજે તમને એ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયાથી હું જેના સંપર્કમાં આવ્યો અને જેની સાથે મેં લગ્ન કર્યા તે સ્ત્રીથી હું કેટલી હદે કંટાળ્યો છું.

- Advertisement -

ભાવિકાને હું બાર વર્ષ પહેલા મળ્યો હતો. અમે બંને ફેસબુકથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. તેણે મને પહેલા રીકવેસ્ટ મોકલી અને પછી મેસેન્જરમાં મારા કામને લઇને વાતચિત કરી. બંને અમદાવાદના જ હોવાથી મળવાનું પણ થયું અને મુલાકાતો વધતી ગઇ. છ મહિના સુધી અમે બંને એકબીજાથી પરિચિત થઇ ચૂક્યા હતા. તેવું મને તે સમયે લાગ્યું હતું. બંનેને એકબીજાનો સ્વભાવ પસંદ પડ્યો એટલે ઘરના લોકોની સહમતીથી લગ્ન કર્યા. લગ્નના ચાર વર્ષ બાદ અમારે ત્યાં દિકરાનો જન્મ થયો. અમારું જીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું પણ ભાવિકાને પૈસા પ્રત્યે હંમેશાથી ખૂબ પ્રેમ રહ્યો છે. તે હંમેશા નવા નવા બિઝનેસને લઇને કંઇક ગતકડા કર્યા કરતી. તે મારી સાથે મારા ટ્રાવેલિંગના બિઝનેસમાં જોડાઇ. તેને ઘરે બેસીને ઘરના કામમાં કે અમારા દિકરાને સાચવવામાં કોઇ રસ નહોતો. તે ઓફિસે આવીને કામમાં વધારે રસ લેવા લાગતી. હું મારા માતા-પિતા સાથે રહેતો પણ ભાવિકાના ઓફિસ આવ્યા પછી તે ઘરમાં જરાપણ ધ્યાન આપતી નહીં તેથી મારી મમ્મીને ઘરના મોટાભાગના કામ કરવા પડતા. અનુકૂળતા માટે મેં રસોઇવાળા બેનની વ્યવસ્થા કરી, જેથી બંનેને તકલીફ ન રહે.

ધીમે ધીમે ભાવિકા મારા બિઝનેસમાં સર્વોપરી થવા લાગી. મને બીજી ટ્રાવેલિંગ કંપની ખોલવા કહ્યું. પૈસાની વાત ઊભી થઇ તો તેણે કહ્યું કે તે વ્યવસ્થા કરી આપશે. તેણે મને જણાવ્યું કે એક રેગ્યુલર ક્લાઇન્ટની સાથે જમીનની દલાલીનું કામ શરૂ કરવાનું વિચારે છે. તેમાં પૈસા સારા મળશે. હું તેની વાત સાંભળીને વાતોમાં આવી ગયો. તેણે બીજી કંપની માટે થોડા મહિનાઓમાં જ પૈસાની વ્યવસ્થા ઊભી કરી દીધી. જમીનની દલાલીમાં પૈસા કમાઇ છે, તેવું મને કહ્યું અને હું સાચુ માની ગયો. ધીમે ધીમે તેની પાસે દર મહિને લાખો રૂપિયા આવતા ગયા. તેની કામની ધગશ જોઇને હું અને મારા પરિવાર વાળા ખુશ હતા. તેણે અલગથી ફ્લેટ લીધો અને અમે ઘરનાની મંજૂરીથી ત્યા રહેવા પણ જતા રહ્યા.

નવા ઘરમાં આવ્યા પછી ભાવિકામાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો. અહીં પણ આખા દિવસની કામવાળી અને રસોઇવાળી રખાવી હતી. તે આખો દિવસ ઓફિસ અને જમીનના કામથી બહાર રહેતી. રાત્રે ખૂબ મોડી ઘરે આવે, ઘણીવાર તો એક-બે દિવસ ન આવે. બીજા શહેરમાં કામથી જાય છે, તે જણાવી દેતી. સાથે પૈસા પણ એટલા જ આવતા એટલે મને તેના પર વિશ્વાસ હતો કે તે ખરેખર મહેનત કરી રહી છે. જોકે મને ક્યાંક ને ક્યાંક તેનું વર્તન વિચિત્ર પણ લાગતું. તે રોજ પોતાના સ્પેશિયલ પાર્ટ ક્લીન કરીને નીકળતી. ઘણીવાર બાથરૂમમાં સાધનો પડ્યા હોય તેના પરથી મને ખબર પડી હતી. તેના અન્ડગારમેન્ટ્સનું કલેક્શન ખૂબ આકર્ષક અને મોંધુ રહેતું. મારી સામે તો ક્યારેય તે આવા કપડાં પહેરતી નહોતી, તેથી મને તેની આ બધી હરકતો ખરેખર અજીબ લાગતી.  જોકે હું મારા દિકરામાં ધ્યાન આપી રહ્યો હતો. અમારી બે ઓફિસ હતી અને હું અને ભાવિકા બંને અલગ અલગ ઓફિસે બેસતા તેથી તે ક્યારે ઓફિસે હોય અને ન હોય તેનું વધારે મને ખબર રહેતી નહોતી. ત્રણ વર્ષ પહેલા પગારના સમયે કંપનીના બેંકના ખાતામાં પૂરતા પૈસા નહોતા. તે સમયે ભાવિકાને પૂછતા તેણે મારી સાથે ઝગડો કર્યો. ગમે તેમ ગાળો બોલવા લાગી. મને તેના આ વર્તનથી થોડી નવાઇ લાગી પણ સમજતા વાર ન લાગી કે પૈસા તેણે ક્યાક ખોટી જગ્યાએ વાપરી નાખ્યા છે. પાછળથી ખબર પડી કે તેણે એક પૈસાવાળો પુરુષ પટાવ્યો છે, જેની પાછળ પોતે ખૂબ માલદાર હોવાનો ડોળ ઊભો કરી પૈસા વાપરી નાખ્યા હતા.

- Advertisement -

જમીનની દલાલીના આવતા પૈસાનો પણ તેની પાસે હિસાબ નહોતો. તેની પાસે અનેક ક્રેડીટ કાર્ડ હતા પણ તે બધાના બિલ ભરવાના બાકી હતા. મોંઘી ગાડી લઇને ફરતી પણ તેના હપ્તા પણ નહોતા ભરી શકતી. આ વાતની ખબર ત્યારે પડી જ્યારે લોનનો હપ્તો કેન્સલ થયો અને બેંકવાળાનો મને ફોન આવ્યો. મને ભાવિકાના વર્તન અને પૈસા ક્યા જઇ રહ્યા છે, તે સમજાઇ નહોતું રહ્યું. મેં તે કોની સાથે શું કામ કરે છે, તે જાણ્યું અને એક અઠવાડિયું તેની પાછળ માણસ દોડાવ્યો. તે પછી મને જે વાત ખબર પડી તે મારા માટે મરી જવા જેવી હતી. તે જમીનની દલાલી નહીં પણ પોતે દલાલની સાથે કોલગર્લ બનીને જતી હતી. લાખો રૂપિયા તે મહેનત કરીને નહીં પણ લોકોની પથારી સેવીને કમાઇ રહી હતી. તે જે કામ કરીને લોકો સાથે તેના જીવનને વેચી રહી હતી તે સમજવું મારા માટે ખૂબ ભયાનક બની રહ્યું.

તે રેગ્યુલર સ્મોકિંગ કરતી હતી. ડ્રિંક વિના તેને ચાલતું નહીં. તેને મેં તેના કામ વિશે ખબર પડી છે, અને આ કામ બંધ કરી દે તો સારું એમ કહ્યું. તો તેણે મારી સાથે ખૂબ મોટો ઝગડો કર્યો. મને માર્યો. મારા હાથમાં ફેક્ચર થયું અને મોં માંથી લોહી નીકળવા લાગ્યું. મોડી રાત્રે તેણે તેના દલાલને ફોન કરીને બોલાવ્યો અને તેની સાથે મળીને પણ મને માર્યો. સાથે જ બીજે દિવસે તેણે મારા પર પોલિસ કમ્પલેઇન કરી અને હું તેની સાથે મારામારી કરું છું, તેવી ફરીયાદ કરી. હું પોલીસ સ્ટેશનની વાતથી એટલો ગભરાઇ ગયો કે તેને વધારે હેરાન ન કરવી તે નક્કી કરી લીધુ. તે પછી અમારે ઝગડાઓ વધારે થવા લાગ્યા. ભાવિકા મોડી રાત્રે ઘરે આવવા લાગી. તે પોતાની લાઇફ તેની રીતે બિન્દાસ જીવતી. તેના એકસાથે ત્રણ બોયફ્રેન્ડ પણ છે. તે દરેકને રમાડે છે. તે ત્રણેયને ઇમોશનલ બ્લેકમેઇલ કર્યા કરે છે અને પૈસા પડાવે  છે. સાથે જ તેનો શરીર વેચવાનો ધંધો તો ચાલું જ છે. આ ત્રણેય બોયફ્રેન્ડને તેના ગોરખધંધા ખબર નથી, તેથી તેની સાથે છે. જે દિવસે ખબર પડશે તે દિવસે ત્રણમાંથી કોઇ એનો જીવ તો જરૂર લેશે.

તેના સતત ઝગડા અને મારથી કંટાળીને તેને ડિવોર્સ આપી દીધા. તેમછતાંય તેને કોઇ વાતનું દુખ નથી. મારો દિકરો મારી સાથે છે. તેને મા હોવા છતાંય તેના છોકરાની કંઇ પડી નથી. તે વાતનું મને પહેલા દુખ હતું પણ હવે તેના બધા ધંધા જાણ્યા પછી તે મારા દિકરાથી દૂર છે, તે જ સારું છે. તેને સ્વચ્છંદી જીવન જીવવું ગમે છે અને તે જીવી રહી છે. તે જે રીતે શરીર વેચીને પૈસા કમાય છે, તે તેના જીવનમાં કેટલો સમય ચાલશે. જ્યાં સુધી તેનું શરીર સારું છે, ત્યાં સુધી તે આ કરશે. પછી શું…. જોકે આ ધંધા કર્યા પછી, તે ખરેખર ખૂબ કદરૂપી લાગે છે. જેણે પોતાનો આત્મા જ વેચી દીધો હોય, તે સ્ત્રી સુંદર કેવી રીતે લાગી શકે. મને હંમેશા દુખ રહેશે કે માતાપિતાએ કહ્યું તે યુવતીઓ સાથે લગ્ન ન કરીને ભાવિકા સાથે લગ્ન કર્યા. જોકે હવે અફસોસ કર્યાનો કોઇ અર્થ નથી. મારું ભૂલનું પરિણામ હું જાતે જ ભોગવી રહ્યો છું.

 

સમજવા જેવું –

સોશિયલ મીડિયા દ્વારા કેટકેટલાયને કડવા અનુભવો થાય છે. લોકો જાણે સોશિયલ મીડિયાને જ પોતાની દુનિયા સમજીને તેની સાથે સતત જોડાયેલા રહે છે. બહું જ સીધી વાત છે કે તમે તેનો ઉપયોગ તમારા કામને લઇને કરો ત્યાં સુધી બરાબર છે. ક્યારે કોણ તમારા એકાઉન્ટને ટારગેટ કરીને તમારો ઉપયોગ કરશે તે તમે પોતે પણ જાણતા નથી. તેથી મેસેન્જરમાં આવતા મેસેજથી સાવધાન રહેવું અને કોની સાથે વાત કરી રહ્યા છો, તેની ખૂબ સાવચેતી રાખવી. તમે પોતે ક્યારે કોની માયાજાળ કે મોહજાળમાં ફસાઇ જશો તે તમને પોતાને પણ ખબર પડશે નહીં. આ વાત ફક્ત પુરુષોને જ નહીં પણ મહિલાઓને પણ લાગું પડે છે.

 

You Might Also Like

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોંડલ રૂપાવટીની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી કરી દીધી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી.
Next Article કબજિયાત માટેનો શ્રેષ્ઠ આહાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?