ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી દુનિયાના સ્ટાર ખેલાડીઓમાં થાય છે. તે અત્યારે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે. આ બધાની વચ્ચે એવા સમાચાર મળી રહ્યા છે કે કોહલીએ મુંબઈમાં એક આલીશાન બંગલો ખરીદ્યો છે.
ભારતના ધુરંધર કોહલીએ મુંબઈના અલીબાગમાં આ બંગલો ખરીદ કર્યો છે. બંગલા 2000 વર્ગફૂટમાં ફેલાયેલો છે. કોહલી અત્યારે ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલો હોવાથી રજિસ્ટ્રેશન સહિતની તમામ પ્રક્રિયા તેમના ભાઈ વિકાસ કોહલીએ પૂર્ણ કરાવી છે.
- Advertisement -
કોહલીના આ બંગલાની કિંમત 6 કરોડ રૂપિયા ગણાવાઈ રહી છે. આટલી કિંમતમાં 100 નાની કાર ખરીદી શકાય જેમ કે વેગનઆર, સિલેરિયો, ક્વિડ… એવી પણ જાણકારી મળી છે કે કોહલીએ 36 લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ચૂકવી છે. આ બંગલામાં તેણે 400 સ્કવેર ફૂટનો સ્વિમિંગ પુલ પણ બનાવ્યો છે.
વિરાટ કોહલીએ અલીબાગમાં બીજી મિલકતમાં રોકાણ કર્યું છે. આ જ વિસ્તારમાં તેણે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં પત્ની અનુષ્કા શર્મા સાથે મળીને 36059 વર્ગ ફૂટનું ફાર્મહાઉસ ખરીદયું હતું. આ ફાર્મહાઉસ માટે તેણે અંદાજે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પાસે પણ અલીબાગમાં ચાર એકરની મિલકત છે.