ટ્રસ્ટે સુંદરગઢમાં આઠ એકર જમીન પર કબજો જમાવી દેતાં દંડ ભરવાનો હુકમ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદના સુંદરગઢ ગામે આવેલ 10 એકર સરકારી જમીન ચરાડવાના રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટને ફુલછોડ ઉછેરવા માટે શરતોને આધીન આપવામાં આવી હતી જે જમીન સિવાય બાજુમાં રહેલ 8 એકર જેટલી ખરાબાની જમીન પર આ ટ્રસ્ટે કબજો જમાવી દેતા સુંદરગઢ ગ્રામ પંચાયત દ્વારા જમીન ખાલી કરવા માટે મામલતદારને ગુહાર લગાવવામાં આવી હતી જે મામલે હળવદ મામલતદારે 8 એકર જમીન તેમજ એક વર્ષના તેના ભાડા પેટે રૂ. 17,483 વસૂલ કરવાનો હુકમ કર્યો છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે ચરાડવાના રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટને સરકારી ખરાબાની 10 એકર જમીન ફુલછોડના ઉછેર માટે આપવામાં આવી હતી જ્યારે તે જમીનની બાજુમાં આવેલ અન્ય 8 એકર જેટલી જમીન પર રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કબજો જમાવી દેતા સુંદરગઢ ગ્રામ પંચાયત દ્વારા પંચાયતના હેતુ માટે જમીન ખાલી કરવા માટે મામલતદારને અરજી કરવામાં આવી હતી જેમાં આશરે 8 એકર જેટલી જમીનમાં દબાણ કરતા એક એકરનો જંત્રીના એક ટકા લેખે દંડ કરવાની જોગવાઈ મુજબ સર્વે નંબર 528 પૈકી જંત્રીનો ઉલ્લેખ ન હોય અને ગામની વધુમાં વધુ પીયત જંત્રી 54 રૂપિયા થાય છે તે મુજબ દબાણવાળી જમીનનું દબાણ આશરે એક વર્ષ જમીન મહેસૂલ ઉપકરો તથા જરૂરી દંડ વસૂલ લેવા તથા દબાણ ખુલ્લુ કરાવવા માટે હળવદ મામલતદાર એન. એસ. ભાટી દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જેમાં આઠ ગુંઠાના દંડ પેટે એક વર્ષની રકમ રૂ. 17,483 દંડ પેટે લેવા તેમજ દબાણ ખુલ્લુ કરવાનો હુકમ મામલતદાર દ્વારા કરવામાં આવ્યો છે.