શંકાસ્પદ ISIS સહાનુભૂતિ ધરાવતા લોકોની શોધ માટે તમિલનાડુ અને કેરળમાં 60થી વધુ સ્થળોએ દરોડા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમો શંકાસ્પદ ISIS સહાનુભૂતિ ધરાવતા લોકોની શોધ માટે તમિલનાડુ અને કેરળમાં 60થી વધુ સ્થળોએ દરોડા પાડતા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, યુવાનોની ભરતી કરવા માટે આતંકી સંગઠનો વીડિયોની મદદ લઈ રહ્યાં છે. ભૂતકાળમાં ઘણા યુવાનોને વીડિયો દ્વારા બ્રેઈનવોશ કરીને કટ્ટરપંથી તરફ વાળવામાં આવ્યા છે. કોઇમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટના સંદર્ભમાં તમિલનાડુમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
NIA (National Investigation Agency) conducts raids at multiple locations across Tamil Nadu in connection with the Coimbatore car cylinder blast case: Sources pic.twitter.com/YwsV0AAQ3F
— ANI (@ANI) February 15, 2023
- Advertisement -
મહત્વનું છે કે, ગયા વર્ષે 23 ઓક્ટોબરના રોજ તમિલનાડુના ઉક્કડમ વિસ્તારમાં કોટ્ટાઈમેડુ ખાતે કોટ્ટાઈ ઈશ્વરન મંદિરની સામે એક કારમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં શંકાસ્પદ આતંકવાદી જેમ્સ મુબીન માર્યો ગયો હતો. દિવાળીના એક દિવસ પહેલા થયેલા બ્લાસ્ટથી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી.
NIA raids against ISIS sympathisers across Kerala, Karnataka, Tamil Nadu in blast cases
Read @ANI Story | https://t.co/T8osozgxxg#NIA #ISIS #Terror pic.twitter.com/AElZVMUkja
— ANI Digital (@ani_digital) February 15, 2023
સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસે મુબીનના ઘરમાંથી 75 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આ સાથે ISISના ઝંડાની તસવીર સહિત દસ્તાવેજો અને ઘણી સંવેદનશીલ સામગ્રી મળી આવી છે. મુબીનને વિસ્ફોટકો મેળવવામાં અને તેને તેના ભાડાના મકાનમાંથી બીજા સ્થળે પહોંચાડવામાં મદદ કરવા બદલ પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી.