– એર ટ્રાફિક લિમીટથી પણ ઉંચે ઉડી રહ્યું છે
અમેરિકા અને ચીન વચ્ચે વધતા જતા તનાવમાં હવે ચીને અમેરિકાના આકાશમાં એક જાસૂસી હવાઈબલુન ગોઠવતા પેન્ટાગોન સહિતની અમેરિકી સુરક્ષા એજન્સીઓ સાવધ થઈ ગઈ છે. અમેરિકી રક્ષા વડામથક પેન્ટાગોનના જણાવ્યા મુજબ અમેરિકા પર ઉઠી રહેલા આ હવાઈ બલુન પર અમારી સતત નજર છે અને તે અત્યંત સંવેદનશીલ તથા અમેરિકી અણુમથકોના સ્થાનો પર ઉડી રહ્યું છે અને પ્રારંભમાં તેની તપાસ માટે અમેરિકી હવાઈ દળના લડાકુ તથા જાસૂસી વિમાનોએ ઉડાન ભરી હતી પણ કઈ નકકર માહિતી મળી નથી.
- Advertisement -
આ હવાઈ બલુનને તોડી પાડવાનું ખૂબ જ જોખમી હોવાનું તથા જમીન પર તે જાનમાલને નુકશાનીનો ભય છે. અમેરિકી જાસૂસી નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સ્પષ્ટ રૂપથી આ હવાઈ બલુન મારફત અમેરિકાના સંવેદનશીલ ક્ષેત્રોની જાસૂસી થઈ રહી છે પણ તેમાં કોઈ ચોકકસ અંદાજ નથી. આ હવાઈ બલુન વ્યાપારી વિમાની સેવાની મહતમ ઉંચાઈથી પણ ઉંચે ઉડી રહ્યું છે તેથી તે કેટલો ‘ખતરા’ તે નિશ્ચીત નથી. થોડા દિવસ પુર્વે આ સ્વાય બલુન અમેરિકી હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું છે અને તે હાલમાંજ મોન્ટાનાની ઉપરથી પસાર થયું
જયાં અમેરિકાના અણુશસ્ત્રોનું લોન્ચીંગ સેન્ટર છે. જો કે પેન્ટાગોને તેના સતાવાર પ્રેસ રીલીઝમાં કયાંય ચાઈનાનું નામ આવ્યુ નથી. અમેરિકાના વિદેશમંત્રી સૈન્યની બ્લીંકેન આ સપ્તાહના અંતે જ ચીનનો એક પ્રવાસ કરનાર છે. પ્રમુખ જો બાઈડને આ સ્પાય બલુન સામે લકઝરી વિકલ્પ પણ માંગ્યા છે પણ તેને તોડી પાડવું ખૂબ જ જોખમી હોવાનો અભિપ્રાય વ્યક્ત થયો છે. આ પ્રકારના બલુન વર્ષો સુધી ઉડી શકે છે અને તે સ્પાય સેટેલાઈટ કરતા સસ્તા પડે છે અને તે રડાર પર પણ જણાતા નથી.