સગાઈનો પ્રસંગ હોય બે યુવાનો ગોંડલથી મિત્રના પત્ની ને વીરપુર તેડવા જઈ રહ્યા હતા
ડાબી સાઈડની હેડ લાઈટથી 20 ફૂટથી પણ વધારે ગડર કારની આરપાર નીકળી ગયું
અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે વીરપુર પાસે i20 કાર હાઇવેના સેફટી ગડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત માં ગડર કારની આરપાર પસાર થઈ ગયું હતું. બે યુવાનોને ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો હતો.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા પ્રતિક જેન્તીભાઈ પડાળીયા ઉ.વ. 24, ચોરડી દરવાજા પાસે રહેતા પારસ જમનભાઈ રૈયાણી સાથે ગોંડલ થી વીરપુર i20 કાર GJ01 KE 7083 માં જઈ રહ્યા હતા ત્યારે વીરપુર નજીક રવિરાજ હોટલ પાસે નેશનલ હાઈવેના સેફટી ગડર સાથે કાર અથડાતા સેફટી ગડર આશરે 20 ફૂટથી પણ વધારે કારની આરપાર નીકળી જતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનોને ગંભીર ઈજા પહોંચવા પામી હતી જ્યારે પારસ ને પગમાં ૩ થી ૪ ફ્રેક્ચર થયા હોય વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અકસ્માતની ઘટના અંગે પ્રતીક પડાળીયા ના કાકા અનિલભાઈ પડાળીયા એ જણાવ્યું હતું કે ગોંડલમાં સગાઈ નો પ્રસંગ હોય પ્રતીક અને પારસ તેના મિત્રના પત્નીને વીરપુર તેડવા જઈ રહ્યા હતા દરમિયાન કાર પાસેથી પસાર થતો ટ્રક વધુ નજીક આવી જતા i20 કાર ગડર સાથે અથડાઈ હતી.


