ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળ તાલુકાનાં ગડુ-ચોરવાડ રોડ પર કાણેક ગામ પાસે ટ્રક અને પ્યાગો રીક્ષા વચ્ચે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલ 7 વ્યક્તિમાંથી બે વ્યક્તિના મૃત્યુ થયાનું જાણવા મળેલ છે. જયારે અન્ય ઘાયલોને પ્રાથમિક સારવાર અર્થે ચોરવાડની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં 108 મારફત ખસેડવામાં આવ્યા છે. કાણેક ગામ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતની જાણ સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સ્થાનિક ગ્રામજનો સાથે પોલીસ તેમજ 108ની એમ્બ્યુલન્સમાં ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.