આગામી 2 દિવસમાં ગુજરાતમાં તાપમાનનો પારો ગગડે તેવી સ્થિતિ, 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ થશે શરૂ
આજે રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત જોવા મળી છે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ઠંડીની તીવ્રતા ઘણી ઓછી થઈ છે પણ ઉત્તર ગુજરાતમાં પ્રકોપ યથાવત છે. સિઝનની સૌથી વધુ ઠંડી સાથે પારો સિંગલ ડિઝીટમાં આવી રહયો છે. જેને લઈને જન જીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
- Advertisement -
મોડી રાત્રે અને વહેલી સવારે માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. પરંતુ બે દિવસથી ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. તેવામાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે.જેમાં આજથી બે દિવસ બાદ ઠંડીમાં વધારો નોંધાઇ તેવું જણાવાયું છે.
બે દિવસ બાદ 2થી 3 ડિગ્રી ઘટશે તાપમાન
હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમાં મોહંતીએ જણાવ્યું કે બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે જે ને લઈને ઠંડીમાં સામાન્ય વધારો નોંધાઇ તેવું જણાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. જેની સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છ પંથકમાં અસર જોવા મળશે.