ગોંડલ
ગોંડલ નગરપાલિકા 44 બેઠક જીલ્લા પંચાયત ની 5 બેઠક તેમજ તાલુકા પંચાયતની 22 બેઠકની આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ફોર્મ ઉપાડવામાં ગરમાવો જોવા મળ્યો હતો.
- Advertisement -
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ગોંડલ શહેર પંથકમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે ત્યારે નગરપાલિકા માટે 67 ફોર્મ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માટે 77 ફોર્મ ઉપાડ્યા હતા. કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષભાઈ કુંડળીયા એ જણાવ્યું હતું કે નગરપાલિકાની 44 બેઠક માટે કોંગ્રેસ દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે જ્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે 54 ફોર્મ કોંગ્રેસ દ્વારા ઉપાડવામાં આવ્યા છે.
જ્યારે ભાજપ મોવડી મંડળ દ્વારા ઉમેદવારોનું લીસ્ટ નક્કી કરી નાખવામાં આવ્યું છે પરંતુ ઉમેદવારોના નામ ડિક્લેર ન કરવા હાઇકમાન્ડની સૂચના હોય મીડિયા સમક્ષ નામ જાહેર કરાવામાં આવ્યા ન હતા


