વંથલી બાર એસોસીએશનના હોદ્દેદારોની વર્ષ-2023 માટે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ગોરધનભાઈ બી.સાપરા, ઉપપ્રમુખ તરીકે હિતેષભાઈ આર. જાદવ, સેક્રેટરી તરીકે મુકુંદરાય બી.શર્મા તેમજ ખજાનચી તરીકે જેન્તીભાઈ એચ. વાણવીની નિમણુંક કરવામાં આવી છે. બાર એસોસિએશનના આ હોદ્દેદારોની નિમણુંકને બાર એસોસીએશનના સભ્યો દ્વારા આવકારવામાં આવી હતી. ત્યારે નવનિયુક્ત હોદેદારોની વરણી થતા મિત્ર વતૃળમાંથી અભિનંદન અને શુભેચ્છાઓ લોકોએ પાઠવી હતી.
વંથલી બાર એસોસિએશનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી
Follow US
Find US on Social Medias