ગોંડલ
- Advertisement -
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ગોંડલીયા મરચાની મબલખ આવક થતાં સોમવારના 70 હજારથી પણ વધુ ભારીની આવક નોંધાઇ હતી ખેડૂતોને 2000 થી લઈ 3500 રૂપિયા સુધીના ભાવ ઉપજ્યા હતા મરચાની મબલખ આવક ના પરિણામે યાર્ડનું પટાંગણ, શેડ અને ગોડાઉન ટૂંકા પડતા યાર્ડની બહાર ખાનગી માલિકીના ખેતરમાં આશરે 20 હજારથી પણ વધારે મરચા ની ભારી નો સમાવેશ કરવામાં આવ્યો હતો ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તે માટે યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા અને યાર્ડ તંત્ર દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે


