By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 day ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    3 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    3 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    5 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    3 hours ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    4 hours ago
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    1 day ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    1 day ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    6 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    5 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    6 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિહારમાં ચીમની બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના: આઠ લોકોના કરૂણ મૃત્યુ, મુખ્યમંત્રી અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બિહારમાં ચીમની બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના: આઠ લોકોના કરૂણ મૃત્યુ, મુખ્યમંત્રી અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ
ખાસ-ખબરરાષ્ટ્રીય

બિહારમાં ચીમની બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના: આઠ લોકોના કરૂણ મૃત્યુ, મુખ્યમંત્રી અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ

Khaskhabar Editor
Last updated: 2022/12/24 at 11:48 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા, મોડી રાતથી ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવમાં મુશ્કેલી

બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રામગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે સાંજે ઈંટના કારખાનામાં પ્રચંડ ચીમની બ્લાસ્ટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જોકે મોડી રાતથી ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવમાં મુશ્કેલી પડી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ ગઈકાલે રાતથી જ સ્થળ પર તૈનાત છે. ટૂંક સમયમાં જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ તરફ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરી જાહેરાત કરાઇ હતી કે, PMNRF તરફથી દરેક મૃતકના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50,000નો વળતરની જાહેરાત કરાઇ છે.

- Advertisement -

બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રામગઢવા વિસ્તારમાં ઈંટના કારખાનામાં કામ કરતી વખતે અચાનક એક ચીમની તૂટી પડી હતી. જેમાં ડઝનબંધ લોકો દટાઈ ગયા હતા. મોડી રાત સુધી કાટમાળમાંથી આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ તરફ રાત્રે અંધારું થવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, પૂર્વ ચંપારણના રામગઢવા બ્લોકના નારીગીર ગામના સારેહમાં ત્રણ ભાગીદારો સાથે મળીને ચીમની ચલાવે છે. બપોરથી રાઉન્ડ માટે ચીમની નીચે કાચી ઇંટો સજાવવામાં આવી રહી હતી જેમાં અચાનક ઉદ્યોગની ચીમની ધરાશાયી થતાં ડઝનબંધ મજૂરો કામ કરી રહ્યા હતા.

Bihar | Death toll due to the explosion in the chimney of the brick kiln in Narirgir in Ramgarhwa rises to nine. Eight people are admitted to a private hospital in Raxaul. Debris being cleared: Motihari DM pic.twitter.com/t21yPN3vXf

— ANI (@ANI) December 24, 2022

- Advertisement -

શું કહ્યું જિલ્લા મેજિસ્ટ્રેટે ?

મોતિહારી જિલ્લા મેજિસ્ટ્રેટ કપિલ શિરશત અશોકે જણાવ્યું કે, રાહત ટીમ સ્થળ પર તૈનાત છે. જોકે ઠંડી અને ધુમ્મસના કારણે કાટમાળ હટાવવામાં મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. ટૂંક સમયમાં કાટમાળ દૂર કરવામાં આવશે. આ કેસમાં એડીએમ રેન્કના ત્રણ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. તપાસ બાદ અધિકારી ટૂંક સમયમાં ઘટનાનું કારણ અને તેનાથી થયેલા નુકસાન અંગેનો રિપોર્ટ જાહેર કરશે. જોરદાર અવાજ સાથે ચીમની ધરાશાયી થવાને કારણે લોકોને ભાગવાનો સમય પણ ન મળ્યો અને કામ કરતા મજૂરો દટાઈ ગયા. કામ દરમિયાન ચીમનીના બે ભાગીદારો સ્થળ પર હાજર હતા. બનાવમાં બંને ભાગીદારો મો. ઇર્શાદ અને નુરુલ હક ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને રક્સૌલની એસઆરપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

पूर्वी चम्पारण जिले के रामगढ़वा थाना क्षेत्र में ईंट-भट्ठे की चिमनी फटने की घटना दुःखद। मृतकों के परिजनों के प्रति गहरी संवेदना है। घायलों का समुचित इलाज कराने का निर्देश दिया है। उनके शीघ्र स्वस्थ होने की कामना है।

— Nitish Kumar (@NitishKumar) December 23, 2022

એક ડઝનથી વધુ મજૂરો સારવાર હેઠળ

આ સિવાય ચિમનીના કાટમાળ નીચે દટાયેલા એક ડઝનથી વધુ મજૂરોને રામગઢવા અને રક્સૌલ પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. નારીગીર ગામની આ ઈંટ ફેક્ટરીની ચીમની લગભગ 100 ફૂટ ઉંચી છે, જેમાંથી અડધી એટલે કે 50 ફૂટ નીચે પડી ગઈ છે. રક્સૌલના એસડીઓ અને ડીએસપી સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય ચલાવી રહી છે.

Pained by the loss of lives due to a mishap at a brick kiln in Motihari. Condolences to the bereaved families. Prayers with the injured. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 24, 2022

વડાપ્રધાન કાર્યાલય તરફથી મૃતકોને સહાય

વડાપ્રધાન કાર્યાલય દ્વારા મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં થયેલી દુર્ઘટનાને કારણે જીવ ગુમાવવાથી દુઃખ પ્રગટ કરવામાં આવ્યું છે. આ સાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઇ છે. આ સાથે PMNRF તરફથી 2 લાખ દરેક મૃતકના પરિજનોને ઘાયલોને રૂ. 50,000 વળતરની જાહેરાત કરાઇ છે.

You Might Also Like

રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન

દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !

રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો

દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ

દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ

TAGGED: bihar, chiefminister, chimniblast, death, labour, narendramodi, nitishkumar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ICICI બેંકના પૂર્વ MD – CEO ચંદા કોચર અને તેના પતિની લોન ફ્રોડ કેસમાં ધરપકડ
Next Article કચ્છમાં પથ્થરની ખાણમાં મોટી દુર્ઘટના: બે શ્રમિકોના કરૂણ મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ચાંદીપુરા વાયરસે પાટણના 5 વર્ષના બાળકનો જીવ લીધો
રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું
રૂ. ૩.૧૨ કરોડની તોડબાજીના ગુનામાં કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ
જામનગરમાં પ્રેમિકાને ત્રાસ આપતા પતિને મારી પ્રેમીએ કારખાનામાં જ 10 ફૂટનો ખાડા ખોદી લાશ દાટી દીધી
પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?