હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યારે લીંબડી નગરપાલિકા ના કુલ ૭ વોર્ડની ૨૮ બેઠકો માટેની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે, ત્યારે આજે લીંબડી સેવા સદન ખાતે ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા માટે ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, ઉમેદવારી કરવા માટે ખરેખરી નો ખરેખરી નો જંગ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આજે લીંબડી નગરપાલિકાના વોર્ડ માટે અનેક ઇચ્છુક ઉમેદવારો ફોર્મ ઉપાડયા હતા. જેમાં પ્રથમ દિવસે ૫૫ ફોર્મ ઉપાડવા આવ્યા છે. તેમજ કોઈપણ ઉમેદવાર ઓનલાઈન પણ ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા


