ડેડલીફ્ટ કેટેગરીમાં સિલેક્ટ થતાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. સરકાર દ્વારા યુવક અને યુવતીઓ શારિરીક સક્ષમ બને તે માટે યાેગ, આસનાે, રમત ગમત, દાેડ, સંગિત જેવી જુદી સ્પર્ધાઓ યાેજવામાં આવે છે. જેમાંથી પ્રેરણા લઇ અજાબ ગામના નિવૃત મિલ્ટ્રીમેન દિનેશભાઇ મક્કાની પુત્રી વંદનાબેને રાજકાેટની આર.આર.ક્લબ ખાતે પાવર લીફટીંગ સ્પાેર્ટસ એસાેસિએશન દ્વારા યાેજાયેલી વેઇટ લીફટીંગ સ્પર્ધાના સબ જુનીયર વિભાગમાં ડેડલીફ્ટ કેટેગરીમાં ભાગ લીધાે હતાે.આ સ્પર્ધામાં યુવક અને યુવતીઓ સહિત 200 સ્પર્ધકાે હતાં. સબ જુનીયર વિભાગના ડેડલીફ્ટ કેટેગરીમાં 65 કીલાે વજન ઉંચકી ગાેલ્ડ મેડલ પ્રાપ્ત કર્યાે હતાે. હવે તેણી રાજ્યકક્ષાએ યાેજાતી વેઇટ લીફટીંગ સ્પર્ધામાં ભાગ લેશે. તેણીને સફળતાં મળતાં મિત્રાે, સગા સબંધીઓ તેમજ ગ્રામજનાેએ શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટર :- અનિરુદ્ધસિંહ બાબરીયા (કેશોદ)


