વેરાવળ ગંગાનગર વિસ્તારમાં આવાસ યોજના બિલ્ડીંગ 26 નમ્બરમાં રહેતા પુનમબેન મનીષભાઇ ગોહેલ ખારવા (ઉ.વ.39)ને પોતાના કબજાના મકાને ગે.કા પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ રોયલ કલાસીક વ્હીસકી આર.એમ.એલ. રાજસ્થાન બનાવટની કંપની શીલ પેક- 180 એમ.એલના પાઉચ નંગ.380 કી.રૂા.26600નો મુદામાલ તથા ફોન નંગ-1 કી.રૂા. 500 મળી કુલ રૂા.27100 મુદામાલ સાથે ઝડપી લીધી હતી. બીજા આરોપીઓ પારૂલબેન લખમભાઇ ગોહેલ ખારવા રહે. વેરાવળ ગંગાનગર વાળા એ દારૂ વેચવા મંગાવી સાચવવા રખાવી, જયુભાઇ રામભાઇ રબારી તથા ગૌરાંગ વઢવાણા રહે. બંન્ને વેરાવળ વાળાઓએ દારૂ ફોર વ્હીલ વાહન મારફતે ઉતારી ગયા હોય તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
વેરાવળમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ

You Might Also Like
Follow US
Find US on Social Medias


