જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા,જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. ૦૬ તથા ૧૫ ની પેટાચૂંટણી માટે અત્યારથી જ તૈયારી આરંભી દેવા તથા કડક હાથે કામ લેવા સુચના આપી છે. તે સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પરવાનાવાળા હથિયાર ધરાવતા ધારકોને પોતાના પરવાના વાળા હથિયાર જમા કરાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેના અનુસંધાને જૂનાગઢ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તાત્કાલિક પોતાના પરવાનાવાળા હથિયારો લાગતા વળગતા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાના થાય છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જિલ્લાના તમામ થાણા અમલદારોને કલેક્ટરના જાહેરનામા અન્વયે તાત્કાલિક હથિયાર પરવાનેદારો પાસેથી પરવાનાવાળા હથિયાર જમા લેવા માટે સૂચના આપી છે જેને આધારે જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના એ, બી, સી, ભવનાથ, જૂનાગઢ તાલુકા, વિસાવદર, ભેસાણ, બીલખા, મેંદરડા ખાતે તમામ થાણા અમલદારો દ્વારા હથિયાર પરવાને દારોના સંપર્ક કરી, વહેલી તકે પોતાના પરવાનાવાળા હથિયારો જમા કરાવવા તમામ ગામોમાં જાણ કરાઈ છે.
હુસેન શાહ (જુનાગઢ)


