નવનિયુકત મંત્રીમંડળના તમામ કેબીનેટ અને રાજયકક્ષાનામંત્રીઓ ગુજરાતની વિકાસગાથાને આગળ ધપાવશે
રાજકોટના ભાનુબેન બાબરીયા તથા કુંવરજી બાવળીયાને મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન
મળવા બદલ ખુબ ખુબ શુભેચ્છા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદ2એ ગુજરાત રાજયના મકકમ, મૃદુભાષી, સરળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શપથ લેનાર તમામ નવનિયુકત મંત્રીમંડળના કેબીનેટ અને રાજયકક્ષાના મંત્રીઓને શુભેચ્છા પાઠવતા જણાવેલ કે ગુજરાતમાં સર્વત્ર ભાજપનો જવલંત વિજય થયો છે, સોળે કળાએ કમળ ખીલ્યુ છે અને કોંગ્રેસ-આપનો સફાયો થયેલ છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજયની ભાજપ સરકારે કરેલા અગણિત વિકાસ કાર્યોને લોકોએ અનુમોદન આપીને ભાજપને ફુલડે -ફુલડે વધાવી પુન: ભાજપને સતાની ધુરા સોંપેલ છે.
ત્યારે શપથ ગ્રહણ કરી ફરી એકવાર ગુજરાતની બાગડોર સંભાળનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવનિયુકત મંત્રીમંડળના તમામ કેબીનેટ અને રાજયકક્ષાના મંત્રીઓ ગુજરાતની વિકાસગાથાને આગળ ધપાવશે ત્યારે ભૂપતભાઈ બોદરએ રાજકોટ ગ્રામ્ય, વિધાનસભા 71ના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા જસદણ(રાજકોટ) બેઠકના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાને મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ ખુબ ખુબ શુભેચ્છા પાઠવતા જણાવેલ કે વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ ગુજરાતના લોકોને આપવામાં કેન્દ્ર અને રાજયની ડબલ એન્જીન ભાજપ સરકાર બુલેટ ગતિએ રાજયના વિકાસ કાર્યોની હારમાળા સર્જશે.