લીંબડી પી.જી.વી.સી.એલ તેમજ જેટકો ના કર્મચારીઓએ વીજ કચેરીના પટાગણ માં રહી કરી સૂત્રચારો કરેલ
20 તારીખ સુધી કર્મચારીઓ અને અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે
લીંબડી શહેર તથા ગ્રામ્ય ટેક્નિશયન તેમજ નોન ટેકનેશિયન વીજ કર્મચારીઓ આજથી કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને 21 તારીખના રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જનાર છે, આ વીજ કર્મચારીઓએ સાતમા પગાર પંચમાં નક્કી કરાયેલા પગાર સહિતના અન્ય માંગો મંજુર ન થતા કર્મચારીઓએ વિરોધ નોધાવ્યો છે, તેમજ તારીખ 1-1- 2016 થી એરિયર્સ પણ મંજૂર કરાય તેવી ઉગ્ર માંગ ઉઠી હતી.જેને લઈને ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના સંગઠનના નેજા હેઠળ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવ્યા છે.
દિપકસિંહ વાઘેલા-લીંબડી


