મકરસંક્રાંતિના તહેવારે કોરોના મહામારી ને ભુલીને પતંગોત્સવ ઉજવવા પતંગરસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. માણાવદર શહેરના પતંગોના વેપારીઓ દ્રારા બજારોમાં મંડપો નાખીને અવનવી પતંગો, બ્યુગલો, ફિરકીઓ, દોરાઓ,માસ્ક નું ધુમ વેચાણ થય રહ્યુ છે.
માણાવદરમાં પતંગોત્સવ ઉજવવા પતંગરસિયાઓ વહેલી સવારથી જ અગાશી ઉપર ચડીને ગીતો ની સુરાવલીઓ સાથે પતંગો ચગાવીને આનંદ ઉઠાવે છે. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પતંગોની ના ભાવમાં વધારો થયો છે છતા પણ લોકો પતંગો ની ખરીદી કરતા જોવા મળે છે માણાવદર શહેરમાં અત્યારથી જ આકાશમાં પતંગો ઉડવા લાગી છે પતંગ ના વેપારી રહીમભાઇ જણાવ્યું હતું કે આમો ચાઇનાની કોઇ પણ વસ્તુઓ નું વેચાણ કરતા નથી સરકાર ની ગાઇડલાઇન મુજબ દુકાને સોશ્યલ ડિસ્ટન્સ નું ચુસ્ત પાલન કરીએ છીએ તેમ જણાવ્યું હતું
- Advertisement -
જીજ્ઞેશ પટેલ માણાવદર


