બી.ભગવો + બી.ભાજપ + ભગાભાઈ ટ્રિપલ બી.ના સંગમથી તાલાલા બેઠક પર કાર્યકરો અને મતદારોમાં અનેરો ઉત્સાહ
બારડ પરિવારના નેતૃત્વનો ભરોસો અકબંધ
- Advertisement -
વિપક્ષમાં હતા તોએ વિકાસલક્ષી કામો કરતા હવે સત્તામાં આવીશું તો વિકાસના કામોનેને ગતિ આપીશું
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથની તાલાલા બેઠક પર બારડ પરિવાર ત્રણ દાયકાથી વધુ લોકસેવાના કાર્યો કરીને અનેરી લોકચાહના મેળવી છે. અને લોકો વચ્ચે રહીને બારડ પરિવાર ગીર સોમનાથ અને તાલાલામાં જનહિતના કામ કરીને સતત પ્રજા વચ્ચે રહીને અનેક કામો કર્યા છે ત્યારે તાલાલાને વિકાસની નવી ઊંચાઈ પર લઇ જવા ભગાભાઈ બારડ કટ્ટીબદ્ધ છે. સ્વ.જશુભાઈ બારડની લોક ચાહના અનેરી હતી તેની કેડીએ આજે ભગાભાઈ બારડ ચાલીને પ્રજા વચ્ચે રહીને પ્રચંડ જન સમર્થન મળી રહ્યુંછે આજે જશુભાઈના રસ્તે ચાલીને રાજકારણ નહિ પણ રાજનીતિની થકી લોકસેવાના કાર્યો કરતા આવ્યા છે લોકોને કઈ આપવુંએ નેતિક જવાબદારી સમજીને આપીયે છે કોરાના કાળ હોઈ કે કુદરતી આફતો હોઈ ત્યારે બારડ પરિવાર લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે ગાયોના લંપી વાયરસ સમયે એમ્બ્યુલન્સ સાથે ડોક્ટરની ટિમ સાથે રાખીને 7 થી 8 હજાર ગાયોને વેકશીનેશન આપીને સારવાર આપવામાં આવી આજે પણ બારડ પરિવાર લોકોને સાથે રાખીને ચાલીએ છે વિપક્ષ હતા ત્યારે પણ લોકસેવા ના કાર્યો કર્યા છે ત્યારે સતા માં આવીશું તો વધુ તેજ ગતિથી વિકાસ કામો કરીને પ્રજા ને સાથે રાખીશું આજે ભગાભાઈ બારડની લોક ચાહના થી લોકોનું જનસમર્થન મળી રહયુછે ત્યારે તાલાલા અને ગીર સોમનાથમાં બારડ પરિવારે સતત લોક ઉપયોગી કાર્યો કરીને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે.
લોકશાહી પર્વમાં ઉત્સાહથી મતદાન કરો
2022ની વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજવાનું છે ત્યારે લોકશાહી પર્વના ઉત્સાહ મતદાન અનિવાર્ય છે ત્યારે વધુમાં વધુ મતદાન કરીને ખરા અર્થમાં મતાધધિકારનું ઉપયોગ કરીને લોકશાહી પર્વની ઉજવણી કરીયે.