By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 hour ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 minutes ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    57 minutes ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 hour ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 hour ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor
Last updated: 2026/08/28 at 2:16 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
16 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ

- Advertisement -

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 2 સપ્ટેમ્બરથી થી 6 સપ્ટેમ્બર સુધીલોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, ત્યારે લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં રેસકોર્સ મેળાના મેદાનને જોડતા 7 રાજમાર્ગો ઉપર તમામ પ્રકારના વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે તેમજ 14 સ્થળોએ ફરી પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

લોકમેળા દરમિયાન રેસકોર્સ રિંગ રોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂના એન.સી.સી. ચોક, અંડર બ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધ અને બંને બાજુ નો પાર્કિંગ જાહેર કરવામાં આવે છે, ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી, આઈ.બી.ઓફિસથી રૂરલ એસ.પી.ના બંગલા સુધી, સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી, વિશ્વા ચોકથી જુના એન.સી.સી. ચોક સુધી તમામ પ્રકારના વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે મેળા દરમિયાન ભારે વાહનોને રેસકોર્સ રિંગરોડ પર પ્રવેશબંધી રહેશે તેમજ રેસકોર્સ રિંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઈ ફરમાવી છે જયારે ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી એરપોર્ટ-ગાંધીગ્રામ તરફ જઈ શકાશે. ચાણક્ય બિલ્ડિંગ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક તરફ જઈ શકાશે, આમ્રપાલી અંડરબ્રિજથી કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોકથી પારસી અગિયારી ચોક તરફ જઈ શકાશે,

14 સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા
ફ્રી વાહન પાર્કિંગ માટે કિશાનપરા ચોક સાયકલ શેરિંગવાળી જગ્યા, નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે, બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, નવી કલેક્ટર કચેરી સામે, નગર રચના અધિકારીની કચેરી સામે, ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કનું ગ્રાઉન્ડ, આયકર ભવન પાછળ આવેલા પ્લોટમાં, સરકીટ હાઉસ સામે મેમણ બોર્ડિંગનું ગ્રાઉન્ડ, એસ.બી.આઈ. બેન્ક સામે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ, કિસાનપરા ચોક કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દીવાલ પાસે અને હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે કાર-બાઈક-રિક્ષા માટે પાર્કિંગ વ્યવસ્થા રાખેલ છે.

- Advertisement -

સંત કબીર રોડ ઉપર દૂધના ધંધાની હરિફાઈમાં પિતા-પૂત્ર ઉપર ધોકા-પાઈપથી હુમલો : બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ૯ શખસો સામે ફરિયાદ નોંધાવી

રાજકોટના સામા કાઠા વિસ્તારમાં દૂધની હરિફાઈના મામલે પિતા-પુત્ર ઉપર ધોકા, પાઈપ અને લોખંડના સળીયા વડે હુમલો કરતા બી ડીવીઝન પોલીસે ૯ શખસો સામે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સંતકબીર રોડ પર લાલ કૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ઘર પાસે અમૂલ ડેરી તરીકે દૂધનો વેપાર કરતા રાણાભાઈ હમીરભાઈ લોહ (ઉ.૫૭) અને તેનો પુત્ર ધર્મેશ બુધવારે રાત્રીના તેની દુકાન બંધ કરી ઉભા હતા તે દરમ્યાન તેની દુકાન પાસે દૂધનો ધંધો કરતો કમલેશ બેચર કળોતરા,સંજય બેચર કળોતરા,માત્રા હમીર પરમાર, મયુર કડવા ઘીયડ,અભુ લીંબા, ઘીયડ, લીમ્બા મોતી ઘીયડ, રાહુલ રત્ના ખાંભલા, મેહુલ રત્ના ખાંભલા સહિતે ઘસી આવી ઝઘડો કર્યો હતો અને તમારો ધંધો બંધ કરી દેજો કહી ધોકા,પાઈપ અને લોખંડના સળીયા વડે હુમલો કરી નાસી જતા તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ વસાવા સહિતના સ્ટાફે રાણાભાઈની ફરીયાદ ઉપરથી ૯ શખસો સામે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

એકલી રખડતી મહિલાને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી : લવ મેરેજ કરનાર પરિણીતાને પતિના મૃત્યુ બાદ સાસરિયાએ સ્વીકારવાની ના પાડી દીધી હતી

મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન આવેલ કે એક અજાણી મહિલા છેલ્લા ઘણા સમયથી એકલી આમ તેમ રખડતી જોવા મળે છે અને તેમને મદદની જરૂરિયાત છે. માહિતી મળતા જ અભયમ ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ યુવરાજસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાની મદદ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવેલ કે તેઓએ આશરે બાર મહિના અગાઉ લવ મેરેજ કર્યા હતા. તેમના પતિને આશરે છ મહિના જેટલો સમય થયેલ અવસાન પામેલ છે. ત્યાર બાદ પિયર પક્ષ દ્વારા મહિલાને પોતાના ઘરે લઈ જવામાં આવેલ હતી. આજે મહિલા પોતાની સાસરીમાં પરત આવેલ હતી, પરંતુ સાસરી પક્ષ દ્વારા તેમને સાથે રાખવાની ના પાડતા તેઓ એકલા આમ તેમ રખડતા હતા.181 અભયમ ટીમ દ્વારા મહિલાના જણાવેલ સરનામે પહોંચી તેમના પરિવારજનો સાથે વાતચીત કરી યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવેલ. મહિલાને જરૂરી કાયદાકીય માહિતી, સલાહ તથા માર્ગદર્શન આપવામાં આવેલ કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવેલ કે નજીકમાં તેમના બહેન રહે છે અને હાલ તેઓ તેમના બહેનના ઘરે રહેવા ઈચ્છે છે. જેથી 181 અભયમ ટીમ દ્વારા મહિલાને તેમના બહેનને સહી સલામત સોંપવામાં આવેલ તથા બહેનને મહિલાનું યોગ્ય ધ્યાન રાખવા અને તેમની સુરક્ષા તથા જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ અંતે, પીડિત મહિલાને સહી સલામત તેમના પરિવારજનોને સોંપવામાં આવતા મહિલાના પરિવારજનો દ્વારા 181 અભયમ ટીમે સંવેદનશીલતા અને સમયસર કામગીરી કરી મહિલાને મદદરૂપ બનવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ.

કાગદળીમાં વેપારીના 6 કલાક બંધ મકાનના ધોળા દિવસે તાળા તોડી દાગીના-રોકડ સહીત 4.95 લાખની ચોરી : બહેનના સાચવવા રાખેલા દાગીના ઉસેડી ગયા : કુવાડવા રોડ પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી

રાજકોટના કાગદળી ગામમાં વેપારીના 6 કલાક બંધ મકાનના તાળા તોડી તસ્કરો દાગીના-રોકડ સહીત 4.95 લાખની મતાની ચોરી કરી નાસી છૂટતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં બહેન અને બનેવી નોકરી કરતા હોવાથી દાગીના સાચવવા આપી ગયા હતા તે દાગીના તસ્કરો ચોરી કરીને નાસી જતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે. રાજકોટના કાગદળી ગામમાં બસ સ્ટેશન પાછળ 100 વારીયા પ્લોટમાં રહેતાં અને ગવરીદળ ગામ ખાતે શિવ એન્ટરપ્રાઇઝ નામની આર.ઓ. પ્લાન્ટની દુકાન ચલાવતા ધર્મેન્દ્રભાઈ પરષોતમભાઈ રામાણી ઉ.31એ 4.95 લાખની ચોરી અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તે માતા ભાનુબેન સાથે રહે છે અને ચલાવે છે. તેમના પિતાનું અવસાન થયેલ છે. ત્રણ બહેનો જે સાસરે છે રતનપર રહેતી બહેન બિનાબેન તથા તેમના પતિ ધર્મેશભાઇ નોકરી કરતા હોવાથી ઘરે રહેવાનું થતુ ન હોવાથી તેઓના ઘરેણા માતા ભાનુબેનને સાચવવા માટે આપેલ હતા. ગઇ તા.26 ના બપોરના બારેક વાગ્યાની આસપાસ માતા પુત્ર બન્ને બહેન અનિતાબેનના ગામ ખોડાપીપળ ખાતે ઘરમાં અંદરની ઓસરીના મેઇન દરવાજે તથા બહાર ડેલીના દરવાજે તાળા લગાવીને ગયા હતા. સાંજના છએક વાગ્યાની આસપાસ બંન્ને પરત ઘરે આવેલ ત્યારે ડેલીનો દરવાજો ખોલીને જોયેલ ત્યાં ઘરની અંદરની ઓસરીના દરવાજામાં લગાવેલ તાળુ તુટી ગયેલ જોતા ઘરમાં જઈને જોયેલ ત્યાં ઘરનો સામાન વેર-વિખેલ પડેલ જોવામાં આવેલ હતો. જેથી ઘરમાં જઈને જોયેલ ત્યાં ઘર ના પહેલા રૂમમા રાખેલ લોંખડના કબાટના લોક ખુલેલ અને કબાટમાં રાખેલ સોના-ચાંદીના ઘરેણા તથા રૂપીયા અને કબાટનો અંદરનો બધો જ સામાન બહાર વેર વિખેર પડેલ હતો રૂમમા રાખેલ કબાટમાંથી રોકડા 11 હજાર, બીનાબેનનું સોનાનુ મંગલસુત્ર, સોનાની બુટી, ત્રણ સોનાના પેન્ડલ, બે સોનાની વીટી મળી સોનાના કુલ સાડા પાચેક તોલા જે તમામ ઘરેણા મળી આશરે 88 હજાર તથા માતા ભાનુબેનનું સોનાનું મંલગસુત્ર, સોનાનો પેન્ડલ સેટ (પેન્ડલ ચેન,બુટી), સોનાના ત્રણ દાણા મળી કુલ 3.66 લાખ તેમજ ચાંદીના ત્રણ જોડી સાકળા, બે ચાંદીની લક્કી, એક ચાંદીનો કંદોરો, ત્રણ ચાંદીના સિક્કા મળી 30 હજાર સહિત કુલ મળી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રકમ મળી આશરે કુલ 4.95 લાખના મુદામાલની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પીઆઇ જાની સહિતે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આદરી છે.

ફેસ પેક સ્કીન કેર જેલની આડમાં ટ્રાન્સપોર્ટમાં આવેલો 924 બોટલ દારૂ પીસીબીએ ઝડપી પાડ્યો : ઢેબર રોડ પર આવેલ શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટમાં દરોડો : ફેસ પેકના ખોટા બીલના આધારે સપ્લાય થયો હતો : દારૂ રીસીવર છોડાવે તે પહેલાં જ પકડાયો : 2.65 લાખનો જથ્થો જપ્ત, સપ્લાયર અને રિસીવરની શોધખોળ

રાજકોટમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટનો સહારો લેવામાં આવ્યો છે પરંતુ પોલીસની સતર્કતાને કારણે આવા મનસૂબા પણ નિષ્ફળ નીવડ્યા છે. ગત રાત્રે જ પીસીબીની ટીમે ઢેબર રોડ પર આવેલા એક ટ્રાન્સપોર્ટમાં દરોડો પાડીને સ્કીન કેર જેલ અને ફેસ પેકના ડબ્બાની આડમાં સંતાડીને લાવવામાં આવેલ દારૂના 924 ચપલા ઝડપી લઇ મોટી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસે 2.65 લાખનો જથ્થો જપ્ત કરી સપ્લાયર અને રિસીવરની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ આર.કે.જાડેજા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા અને વાલજીભાઇ જાડાને મળેલી બાતમી મળી હતી કે, બહારના રાજ્યમાંથી દારૂનો એક મોટો જથ્થો રાજકોટમાં ટ્રાન્સપોર્ટ મારફતે ઘુસાડવામાં આવ્યો છે. આ બાતમી આધારે પીસીબીની ટીમે તાત્કાલિક ઢેબર રોડ પર આવેલી શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સી નામની પેઢીના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા, જે કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સના નામે બુક કરવામાં આવ્યા હતા. પોલીસે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પડેલા આ પાર્સલની બારીકાઈથી તપાસ શરૂ કરતા ફેસ પેક સ્કીન કેર જેલ તેવું લખાણ લખેલું હતું. જો કે, શંકા વધુ દ્રઢ થતાં પોલીસે જ્યારે આ પ્લાસ્ટિકના ડબ્બાઓને ખોલ્યા ત્યારે અંદરનો નજારો જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા ડબ્બાઓની અંદર સ્કીન કેર જેલને બદલે વિદેશી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી પોલીસે તમામ ડબ્બાઓમાં ગણતરી કરતા તેમાંથી કુલ 924 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં કુલ 2.65 લાખનો દારૂ કબ્જે કર્યો હતો બુટલેગરોએ પોલીસથી બચવા માટે ફેસ પેકના નામના ખોટા બિલ અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને આ માલ રાજકોટ સુધી મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ દારૂનો જથ્થો સ્થાનિક રિસીવર ટ્રાન્સપોર્ટમાંથી છોડાવે તે પહેલાં જ પોલીસે બાતમી આધારે ઝડપી લીધો હતો. આ ગેરકાયદેસર નેટવર્ક ક્યાંથી ઓપરેટ થઈ રહ્યું હતું તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ માલ મોકલનાર મુખ્ય સપ્લાયર અને રાજકોટમાં આ જથ્થો મંગાવનાર સ્થાનિક રિસીવર બંનેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગોંડલના ઇમ્પિરિયલ વેલનેશ સ્પામાં ચાલતું હાઈપ્રોફાઈલ કુટણખાનું ઝડપાયું : શ્યામવાડી ચોક નજીક આવેલ સ્પામાં ગ્રાહકો પાસેથી 10 હજાર વસૂલી દેહવ્યાપાર કરાવાતો : એએચટીયુંનો દરોડો : કાઉન્ટરમાંથી સ્કોચની બે બોટલો પણ મળી આવતા ગુનો નોંધાયો

ગોંડલના શ્યામવાડી ચોકમાં સ્પાના ઓઠા તળે ધમધમતું કુટણખાનું ઝડપાયુ હતું રૂરલ એએચટીયુ ટીમે ધ ઇમ્પિરિયલ વેલનેશ સ્પામાં દરોડો પાડી સ્પા સંચાલક અને મેનેજર વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો સ્પા સંચાલક અને મેનેજર ગ્રાહકો પાસે મસાજ અને શારીરિક સુખ માણવા પેટે 10 હજાર સુધીની રકમ વસુલતા હતા. દરોડા દરમિયાન બે દારૂની બોટલ પણ મળી આવતા આ અંગે અલગથી સ્પા મેનેજર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય એ.એચ.ટી.યુ. શાખાના પીઆઇ એન.એ.શુક્લની રાહબરીમાં ટીમ રાજકોટ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, ગોંડલના શ્યામવાડી ચોકમાં નજીક પૂજન-2 કોમ્પલેક્ષમાં આવેલ ધ ઇમ્પિરિયલ વેલનેસ સ્પામાં બહારથી લોકોને બોડી ફ્રેશમેન્ટના નામે બોલાવી મસાજના ઓઠા તળે વૈષ્યા વૃત્તિનો ગોરખ ધંધો ચલાવવામાં આવે છે બાતમી વેરીફાય કર્યા બાદ એ.એચ.ટી.યુ. ટીમે ધ ઇમ્પિરિયલ વેલનેસ સ્પામાં દરોડો પાડ્યો હતો. જયા સ્પા સંચાલક સરિતા લામા અને મેનેજર જગદીશ રામજી રાઠોડ હાજર મળી આવ્યા હતા પોલીસે સ્પામાં ઝડતી લેતા મધ્યપ્રદેશ, બિહાર અને ત્રિપુરાની ત્રણ યુવતીઓ અને ત્રણ ગ્રાહકો મળી આવ્યા હતા. સ્પામાંથી મળી આવેલી યુવતીઓની પૂછપરછ કરતા તેમણે કબુલાત આપી હતી કે, સ્પા સંચાલક અને મેનેજર બહારથી લોકોને મસાજના ઓઠા તળે બોલાવી ઓરલ સેક્સ તેમજ શારીરિક સુખ માણવાની વ્યવસ્થા કરી આપી તેમની પાસેથી ચાર્જ પેટે 999થી માંડી 10 હજાર સુધીની રકમ વસુલે છે જેમાંથી અમુક રકમ ગણીકાઓને આપી બાકીના નાણાં સ્પા સંચાલક સરિતા લામા અને મેનેજર જગદીશ રાઠોડ પોતાના ખિસ્સામાં નાખી દે છે. બાદમાં પોલીસે સ્પાની જડતી કરતા રિસેપ્શનના ખાનામાંથી ઇંગ્લિશ દારૂની સ્કોચની બે બોટલ પણ મળી આવી હતી. પોલીસે ત્રણ મોબાઈલ, દારૂની બોટલ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી સ્પા સંચાલક અને મેનેજર વિરુધ ઈમોરલ ટ્રાફિકીંગ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો સ્પાના રિસેપ્શન કાઉન્ટરમાંથી દારૂની મોંઘીદાટ બે બોટલ મળી આવવા મામલે સ્પા મેનેજર જગદીશ રાઠોડ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમ હેઠળ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં જુગાર રમતી 1 મહિલા સહીત 20 ઝડપાયા : યુનિવર્સીટી, એલસીબી, એ ડિવિઝન પોલીસની કામગીરી : મોબાઈલમાં લાઈવ કસીનોમાં જુગાર રમતો શખ્સ ઝડપાયો

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે યુનિવર્સીટી પોલીસ, એ ડિવિઝન અને એલસીબી પોલીસના કુલ ચાર દરોડામાં 1 મહિલા સહીત 20ની ધરપકડ કરી પોલીસે 50,390 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે તેમજ પીસીબીએ મોબાઈલમાં ઓનલાઇન કસીનોમાં જુગાર રમતા શખ્સને પીસીબીએ ઝડપી લીધો છે. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ એક કે ગોહિલની રાહબરીમાં પીએસઆઇ બેલીમ સહિતના સ્ટાફે બાતમી આધારે ઈન્દીરાનગરમાં દરોડો પાડી જુગાર રમતા સચિન પ્રવીણભાઈ વોરા, અજય શીવાભાઈ બાબરીયા, નિલેશ લક્ષ્મીભાઈ પરમાર અને હિતેશ જેન્તીભાઇ જાદવની ધરપકડ કરી રોકડા 7690 કબ્જે કર્યા છે તેમજ ઉમંગભાઈ જોષી, નિલેશભાઈ વાવેચા સહિતના સ્ટાફે બાતમી આધારે રૈયાધાર ચાર માળિયા ક્વાર્ટરમાં દરોડો પાડી જુગાર રમતા પ્રકાશ સોમાભાઈ સોલંકી, લાલા બીજલભાઈ સોલંકી, વિપુલ મુકેશભાઈ ઉગરેજીયા અને મહેશ હીરાભાઈ પરમારની ધરપકડ કરી રોકડા 10,200 કબ્જે કર્યા છે આ ઉપરાંત એલસીબી ઝોન 1ના પીએસઆઈ એમ કે મોવલિયા અને ટીમે બાતમી આધારે મોરબી રોડ સિલ્વર પાર્કમાં દરોડો પાડી જુગાર રમતા મહીપત ભોળાભાઈ હદાણી, ગોપાલ છેલાભાઈ બાંભવા, કિશોર દેવશીભાઇ આસોદરીયા અને બલરામ પ્રહલાદભાઈ કાલાણીની ધરપકડ કરી રોકડા 17,200 કબ્જે કર્યા છે તેમજ એ ડિવિઝન પીઆઇ વાઢીયાની રાહબરીમાં પીએસઆઈ એસ આર ચાવડા અને ટીમે બાતમી આધારે ચંદન કોમ્પ્લેક્ષમાં આવેલા ક્રાઉન સ્પામાં દરોડો પાડી જુગાર રમતા સ્પા સંચાલક ચિરાગ રાજેશકુમાર ખુશલાણી, રોહિત મનસુખભાઇ ખંધેરા, માનવ સંજયભાઈ ગોંડલીયા, પ્રતીક લલિતભાઈ પીઠડીયા, પાર્થ પ્રવીણભાઈ શુકલા, બ્રિજેશ ચંદુભાઈ વિરોજા અને અંજલીબેન હરેશભાઇ અગ્રાવતની ધરપકડ કરી રોકડા 15,300 કબ્જે કર્યા છે આ ઉપરાંત પીસીબી પીઆઇ એમ આર ગોંડલિયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હિરેનભાઈ સોલંકી સહિતની ટીમે બાતમી આધારે ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડી ફૂટપાથ પાસે મોબાઈલમાં લાઇવ કસીનોમાં જુગાર રમતા આનંદનગર કોલોનીના યશ પ્રફુલભાઈ જાદવની ધરપકડ કરી 10 હજારનો મોબાઈલ કબ્જે કર્યો છે.

You Might Also Like

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
Next Article દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
CRIME

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?