ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી, ચૂંટણી પંચ નિદર્શો મુજબ મતદાતાઓ માટેની તમામ વ્યવસ્થા ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા આનુસંગિક વ્યવસ્થાઓ તૈયારીઓ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવાની અને સૂચનાઓ આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે બેઠક યોજ્યા બાદ ચૂંટણી અધિકારીઓ સાથે આ બેઠક યોજી હતી આ ઓનલાઇન બેઠકમાં મતદાન મથક પર નિર્ધારિત કરાયેલ સુવિધાઓ, જેવી કે, પીવાના પાણી, રેમ્પ, મતદાર માટે આવવા અને જવાની સુવિધા વગેરે બાબતો ઉપરાંત સંવેદનશીલ મથકો પર વેબકાસ્ટીંગ માટે જરૂરી જનેક્ટીવીટી સહિતના સેટઅપની તપાસવાની સાથે પરીક્ષણ કરવા પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું.બીજા રેન્ડેમાઇઝેશન અંગેની સજ્જતાની સાથે સ્ટ્રોંગ રૂમની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મતદાન મથક સુધી ઊટખ લઇ જવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન સહિતના સુરક્ષાને મુદ્દે આવશ્યક નિર્દેશો આપવામાં આવ્યાં હતા.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી સ્ટેશનરીનું ચેકલીસ્ટ બનાવવા સાથે જ મતદાતાની સંખ્યાનુંસાર સ્ટેશનરી બે વાર તપાસવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. દરેક વિધાનસભા વાર 24 કલાક ક્ધટ્રોલ રૂમ કાર્યરત રહેશે અને મળેલ ફરિયાદોનું ત્વરિત નિવારણ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મત આપવા માટે પ્રેરિત કરવા માટે જરૂરી પગલાઓ લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્તમ મતદાન અને મતદાનનો નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવા માટે બુથ લેવલ એવરનેશ ગ્રુપ અને ચૂનાવ પાઠશાળા સાથે બેઠક યોજી, સંબંધિત અધિકારીઓને મતદાનની ટકાવારી વધે તે દિશામાં કામગીરી કરવા માટે જિલ્લા ચૂટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજે જણાવ્યું હતું. પોસ્ટલ બેલેટથી મતદાન પણ સૂચારૂ અને સમયબદ્ધરીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.