By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    21 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    21 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    22 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    22 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    2 days ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    23 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    7 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: … અને હું તેના પ્રેમમાં પડી ગઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > … અને હું તેના પ્રેમમાં પડી ગઇ
ગુજરાત

… અને હું તેના પ્રેમમાં પડી ગઇ

Khaskhabar Editor
Last updated: 2020/12/26 at 2:35 PM
Khaskhabar Editor 6 years ago
Share
12 Min Read
SHARE
– મેધા પંડ્યા ભટ્ટ

મારા માટે યુવકો ફક્ત તન-મનના સંતોષપૂર્તિનું સાધન જ હતા

હું પ્રેમ અને લાગણીમાં ક્યારેય વિશ્વાસ કરતી નહોતી

ડેટીંગ એપ પર મોટાભાગે મને ખરાબ અનુભવો થયેલા પાત્રો વધારે મળ્યા છે. જોકે આવી ઘટના બને છે, તે પણ સત્ય હકીકત છે. આજે એક એવી યુવતીની વાત કરવા જઇ રહી છું જે સંબંધની બાબતમાં ખૂબ જ પ્રોફેશનલ હતી અને પછી અચાનક જ તેના જીવનમાં એક યુવકનો પ્રવેશ થતા તે સંબંધને સાચા અર્થમાં સમજવા લાગી. આજનો સમય જ એવો થઇ ગયો છે અને લોકોની સાથે બનતી ઘટના ના કારણે જ બધાને સાચી લાગણી પણ અત્યારના સમયમાં કોઇના માટે હોઇ શકે તેવી વાતો પર વિશ્વાસ આવતો નથી. લોકો જે રીતે પ્રેમના નામે એકબીજાનો શારીરિક, માનસિક અને આર્થિક રીતે ઉપયોગ કરે છે, તે જોતા આજના સમયમાં સાચો પ્રેમ, વિશ્વાસ અને લાગણી જેવા શબ્દો જાણે પાંગળા લાગે છે.
સુચી નામની યુવતી જ્યારે મને મળી ત્યારે તેણે મને કહ્યું કે, મારે તમને મારી સ્ટોરી કહેવી છે. હું ડેટીંગ એપ પર બે વર્ષ રહી છું અને અનેક યુવકોની સાથે ડેટ કરી છે. મારા એક મિત્ર રવિએ મને તમારો નંબર આપ્યો કે તમે રીસર્ચ કરી રહ્યા છે. તેની પણ સ્ટોરી આપે પબ્લીશ કરી છે. તો મારે પણ મારા અનુભવો આપની સાથે શેર કરવા છે. (સુચી સાથે મારે સીધો સંપર્ક નહોતો પણ મારા એક સ્ટોરી પાત્રએ તેને મારી વાત કરી હતી, એટલે તે મને મળવા આવી હતી.) હું સુચીને મળી ત્યારે તેને જોઇને કે તેની વાતો સાંભળીને લાગ્યું નહીં કે તે અનેક યુવકો સાથે ડેટ કરી ચૂકી હોય. મેં તેને કહ્યું કે મને તો લાગે છે કે તમે કોઇ એક વ્યક્તિને વફાદાર રહીને જીવનારી વ્યક્તિ છો. તો તેણે સામે હસીને કહ્યું, હાલમાં હું ફક્ત એકને જ વફાદાર છું પણ મારા જીવનમાં અનેક પુરુષો આવી ચૂક્યા છે. હું અનેક સાથે શરીર સુખ માણી ચૂકી છું અને મેં લાઇફને મારી ઇચ્છાથી જ જીવી છે. પણ હાલમાં હું કશ્યપમા પ્રેમમાં છું અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. મને તેની વાતો સાંભળીને થયું કે જો તે એક વ્યક્તિના પ્રેમમાં છે, તો મને તેની કઇ સ્ટોરી કહેવા આવી હશે. તેણે કહ્યું, મેધા મારે તમને મારા ડેટીંગ અનુભવો દરમિયાન કશ્યપ સાથે થયેલી મુલાકાત અને ત્યારબાદ ફક્તને ફક્ત હું એક જ પુરુષ સાથે કેવી રીતે વફાદાર છું, તેની વાત શેર કરવી છે. મેં તેને કહ્યું, તો કહો આપની વાત…હું સાંભળી રહી છું. સુચી એ તેની વાત શરૂ કરી.
હું પ્રાઇવેટ જોબ કરું છું અને જીવનમાં સુખી છું. હું ફક્તને ફક્ત આનંદ અને મનોરંજન માટે જ ડેટીંગ એપનો ઉપયોગ કરતી હતી. બે વર્ષ દરમિયાન અનેક યુવકો સાથે ફરી છું, સેક્સ કર્યું છે, આઉટડોર પણ ગઇ છું અને લાઇફને ખૂબ જ એન્જોય કરી છે. મારી શરતો અને મારી ઇચ્છા મુજબ જ હું રહી છું. મારા જીવનમાં કશ્યપ આવ્યો તે ખૂબ જ અનોખી ઘટના છે. કદાચ કોઇ યુવતીને આ પ્રકારનો યુવક મળ્યો નહીં હોય કે એને તેની બધી જ વાતો જાણવા છતાં પણ સ્વીકારી શકે તેવું કદાચ કોઇની સાથે બનવું મુશ્કેલ છે. હું મારા સમય અને અનુકૂળતા પ્રમાણે જ લોકોને મળતી હતી. ડેટીંગ એપ પર આવી ત્યારે મને હતું કે જો તેમાં કોઇ સારો યુવક મળી જાય તો તેની સાથે જ સેટ થઇશ પણ અહીં એક વાત સ્પષ્ટ હતી કે કોઇ પ્રેમના બંધનમાં બંધાવા માટે હોતા નથી. દરેકને ફક્ત હરવું ફરવું અને એકબીજાને ખુશ કરવું તેમાં જ રસ હોય છે.
કશ્યપ સાથે મારી મુલાકાત ખૂબ અનોખી હતી. હું મારા એક ટીંડર ડેટ વાળા યુવક આલોકને મળવા તેના ફાર્મહાઉસ પર મારી કારમાં જઇ રહી હતી. ત્યાં તેના બધા ફ્રેન્ડ્સની પાર્ટી હતી તો તેણે મને પણ ઇનવાઇટ કરી હતી. રસ્તામાં કારમાં કઇ પ્રોબ્લેમ થયો અને બંધ પડી ગઇ. મેં આલોકને ફોન કર્યો તો તેણે મને કહ્યું કે તેનો મિત્ર કશ્યપ રસ્તામાં જ છે તેની સાથે હું આવી જાઉં. તેણે મને કશ્યપનો નંબર મોકલ્યો. અમે બંનેએ ફોન પર સંપર્ક કરી લીધો. લગભગ વીસ મિનિટ પછી તે મારી પાસે પહોચ્યો. તેણે ગાડીમાં શું પ્રોબ્લેમ થયો છે, તે જોવાનો પ્રયત્ન કર્યો પણ સમજાયું નહીં. કશ્યપે કોઇને ફોન કર્યો અને થોડીવારમાં બે વ્યક્તિઓ બાઇક પર આવ્યા. મિકેનિક હતા તેવું લાગ્યું. મારી ગાડીની ચાવી તેમને આપી, અમે બંને આલોકના ફાર્મ હાઉસ જવાના રવાના થયા. રસ્તામાં અમારા વચ્ચે સામાન્ય ઓળખાણ પૂરતી વાતચિત થઇ. હું ફક્ત આલોકની ગેસ્ટ છું તેટલી જ તેને ખબર હતી પણ હું અને આલોક ડેટીંગ એપ પર મળ્યા હતા તેની તેને ખબર નહોતી. ફાર્મ હાઉસ પર પહોંચીને જોઉં તો અનેક યુવક યુવતીઓ હતા. મને તો આ પ્રકારની પાર્ટી ખૂબ પસંદ હતી. હું આલોકને જઇને મળી. તેણે મને ગળે લગાવીને કહ્યું કે સોરી સુચી આજે હું તને સમય નહીં આપી શકું, હું બીજી ફ્રેન્ડ સાથે બીઝી છું. મને તેની વાતનું ખોટું લાગ્યું નહીં, કારણકે અમે ફક્ત એક જ વાર ડેટ પર ગયા હતા પણ હજી સુધી અમારી વચ્ચે કોઇ શારીરિક સંબંધ નહોતો. હું પુલ સાઇડ પર જ્યુસનો ગ્લાસ લઇને બેઠી. થોડીવાર રહીને કશ્યપ ત્યાં આવ્યો. આ પાર્ટીમાં હું ફક્ત તેનાથી જ થોડી પરીચિત હતી. જોકે દૂર બેઠેલા કેટલાક યુવકો મને નોટીસ કરી રહ્યા હતા પણ મને તેમાંથી કોઇ પસંદ નહોતું એટલે મેં ધ્યાન આપ્યું નહીં.
હું અને કશ્યપ વાતો કરવા લાગ્યા. મેં તેને સ્પષ્ટ કહ્યું કે હું આલોકની દોસ્ત છું અને હું ડેટીંગ એપ પર મળી છું. તે ફક્ત સામાન્ય હસ્યો અને ઊભો થઇને જતો રહ્યો. થોડીવાર રહીને તે જ્યુસનો બીજો ગ્લાસ અને સ્ટાટર લઇને આવ્યો. મને થયું હતું કે તે મારી વાત સાંભળીને જતો રહ્યો હતો પણ તેણે મારા વિશે કદાચ કંઇજ વિચાર્યું નહીં તેવું મને લાગ્યું. તે દિવસે રાત્રે હું આલોકની દોસ્ત બનીને ગઇ હતી પણ મેં આખી પાર્ટીમાં ફક્તને ફક્ત કશ્યપ સાથે જ સમય વિતાવ્યો. તેની કેટલીક વાતોથી મને હસવું પણ આવતું અને કેટલીક નોલેજની વાતો સાંભળીને તેની સ્માર્ટનેસ અને એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિત્વનો પ્રભાવ પણ મારા પર પડી રહ્યો હતો. હું તેનાથી પ્રભાવિત થઇ રહી હતી તેવું કહી શકાય. રાત્રે ડિનર પછી હું આલોકને બાય કહેવા પાર્ટીમાં શોધી રહી હતી પણ તે દેખાયો નહીં એટલે નીકળી રહી હતી ત્યાં કશ્યપ ગાડી લઇને આવ્યો. મને કહે, મેડમ ભૂલી ગયા તમે મારી સાથે આવ્યા હતા. હું હસીને તેની સાથે બેસી ગઇ. તે મને ઘર સુધી ઊતારી ગયો.
એ દિવસ પછી હું અને કશ્યપ એકબીજા સાથે વાતચિત કરવા લાગ્યા અને મળવા લાગ્યા. મારી વાતોમાં ડેટીંગ એપની વાતો અને તમામ હકીકત હું તેને કહેતી. તે સાંભળતો અને બસ સાંભળતો રહેતો. મને ઘણીવાર વિચાર આવતો કે આ વ્યક્તિ છેલ્લા પંદર દિવસથી મારા સંપર્કમાં છે, તો પણ તેણે ક્યારેય મારા શરીરને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો નથી. શું તેને મારામાં રસ નહીં હોય. એમ વિચાર આવતો કે હું મારા ડેટીંગની વાતો કરું છું તો ક્યાંક તે મને કોલગર્લ તો નહીં સમજતો હોય ને. એકવાર સમય મળતા મેં તેને પૂછી જ લીધું કે તારા મનમાં મારા માટે શું છે. તેણે મને કહ્યું કે, મને તો પહેલી જ વારમાં તું જોતાવેંત ગમી ગઇ હતી. મારે તને જાણવી છે, સમજવી છે અને તારી સાથે જીવન પસાર કરવું છે. હું તેની વાત સાંભળી ચૂપ થઇ ગઇ. મે તેને કહ્યું કે કશ્યપ તને મારી બધી જ વાત ખબર છે, તો પણ તું મારા માટે આવા વિચારો રાખે છે. તેણે સ્પષ્ટ કહ્યું કે “તને ચાહવી તે મારા મનની વાત છે, કઇ રીતે ચાહવી તે મારી દિલની વાત છે. તે અત્યાર સુધી જે પણ કર્યું, તે ઇચ્છાથી કર્યું છે, દિલથી નહીં. હું ફક્ત તારી પાસે એટલું જ માગીશ કે તું જ્યારે પણ મારી સાથે હો કે મારી સાથે જે પણ કરે તે દિલથી કરે. પ્રામાણિકતાથી કરે. મારા પછી તામા જીવનમાં કોઇ અન્ય ન આવે. જો તારે જવું હોય તો પ્રામાણિકતાથી મને દરેક વાત સ્પષ્ટ કરીને જઇશ તો ગમશે. તેનાથી હું દુખી નહીં થાઉં. મને સંબંધમાં સ્પષ્ટતા ગમે છે.”
તેણે જે મને કહ્યું તે સાંભળી મારી આંખોમાં થોડા આંસુ આવી ગયા. તે દિવસે પહેલીવાર તેણે મને બાથમાં લીધી અને હું ખૂબ રડી. તેણે મને વધારે મજબૂતાઇથી પકડી લીધી. થોડીવાર પછી હું સ્વસ્થ થઇ અને તેનાથી છૂટી પડી, તો તેણે મારા કપાળે હળવું ચુંબન કર્યું. જે મને સ્પર્શી ગયું. હું મારી સાચી છબીને શોધવા લાગી. હું એ જ હતી, જે કશ્યપ ઇચ્છતો હતો. કશ્યપ એ સુચીને શોધી રહ્યો હતો જે ડેટીંગ એપના કારણે ક્યાંક ખોવાઇ ગઇ હતી. તેને સુચીની એ લાગણીઓ જોઇતી હતી જે ડેટીંગ એપના કારણે જામી ગઇ હતી. મારી તે જામી ગયેલી લાગણીઓને તેણે ફરી વહેતી કરી. મેં મારા જીવનમાં બે વર્ષમાં થયેલા મારા ડેટીંગ એપના તમામ અનુભવો તેની સાથે શેર કર્યા. તેણે ખૂબ જ શાંતિથી સાંભળ્યા અને તમામ વાતો પૂરી થયા પછી તેણે મને એક દિવસ કહ્યું કે, હવે જે ભૂતકાળ હતો તે ભૂલીને વર્તમાનમાં જીવજે. હું તારું વર્તમાન અને ભવિષ્ય બંને બનીને રહેવા માગું છું. મારા જીવનમાં પણ એક યુવતી હતી, જેને હું પ્રેમ કરતો હતો પણ સંજોગોવસાત અમારા લગ્ન ન થઇ શક્યા. હવે તું જીવનની છેલ્લી યુવતી છો, જે આજીવન મારી સાથે રહેશે. અમે બંનેએ એકબીજાને બધી જ વાતો કહી છે અને હવે અમે ફક્તને ફક્ત અમારી વાતોમાં અને અમારા પ્રેમમાં જ જીવીએ છીએ. ખુશ છીએ. (સુચી મને નવેમ્બર 2019માં મળી હતી, મને તેની સ્ટોરી યાદ નહોતી પણ આ સ્ટોરી લખવાનું યાદ એટલે આવ્યું કે થોડા દિવસ પહેલા જ તેનો ફોન આવ્યો અને તેણે મને જમાવ્યું કે તે અને કશ્યપ ફેબ્રુઆરીમાં લગ્ન કરી રહ્યા છે. મને એ વાતનો ખૂબ આનંદ છે કે હું એવી બે વ્યક્તિને ઓળખું છું જે બંને એકબીજાની સાચી લાગણીને સમજે છે અને તેની કદર કરે છે.)
સમજવા જેવું –
ઘણીવાર યુવકો અને યુવતીઓ પ્રેમમાં પડે ત્યારે એકબીજાના ભૂતકાળ વિશે જાણીને કે ચર્ચા કરીને એકબીજા પર દોષારોપણ કરતા હોય છે. હું તો એટલું જ કહીશ કે ભૂતકાળને ભૂલીને વર્તમાનનો આનંદ લો અને ભવિષ્યમાં શું થશે, તેની ચિંતા પણ ન કરો. આજમાં જીવો. ગઇકાલે શું બની ગયું અને આવતીકાલે શું બનશે તેની પળોજણમાં તમારા વર્તમાનને ક્યારેય બગડવા ન દો. બીજું કે ઘણીવાર સતત લાગણીવિહીન લોકોના સંપર્કમાં રહેવાથી લાગણીશીલ વ્યક્તિ પણ લાગણીવિહીન બની જતું હોય છે. તે પોતાની સાચી ઓળખને પોતે જ ગૂમાવી દે છે, તો એવું જીવનમાં ક્યારેય થવા દેવું નહીં. તમે જે છો, તેવા જ રહો. તમને સાચા હૃદયથી સ્વીકારનાર કોઇકનો જીવનમાં હશે જ અને સમય આવે તમને મળશે જ. રાહ જુઓ અને જીવનને વર્તમાનમાં જીવો.

Contents
– મેધા પંડ્યા ભટ્ટમારા માટે યુવકો ફક્ત તન-મનના સંતોષપૂર્તિનું સાધન જ હતાહું પ્રેમ અને લાગણીમાં ક્યારેય વિશ્વાસ કરતી નહોતી

You Might Also Like

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો

મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકારણના એક્કા નિતીનભાઈ ભારદ્વાજની જાણી અજાણી વાતો
Next Article 31 ડિસેમ્બર ની ઉજવણીની આડમાં સ્વચ્છન્દતા પોષતા લોકો ઈશા મસીહ વિષે શું જાણે છે ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ગુજરાત

રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ગુજરાત

મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?