એક પછી એક રોડની કામગીરી ચાલુ: માંડાવડથી માણેકવાડા રોડનું કામ ચાલુ
ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાની 108 ની છાપ છે. હર્ષદભાઈ રિબડીયા દ્વારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઇ ગયા હતાં. ભાજપ પ્રવેશ બાદ પણ 911 લાખના રોડના કામો ભાજપ સરકાર સાથે મળી મંજુર કરાવ્યાં હતાં.વિસાવદર નગર પાલીકામાં રસ્તાનાં કામનો પ્રારંભ કરાવ્યાં બાદ માંડાવડથી માણેકવાડા સુધીના રોડનું કામનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ રોડ મજબૂત અને ટકાવ બને તે માટે સૂચના આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાની,તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રિબડીયા, રમણિકભાઈ દુધાત્રા સહિતનાં ભાજપનાં આગેવાનો હાજર રહ્યાં હતાં.