અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી મોટો ધમાકો થયો છે. આ ધમાકો રશિયાના દૂતાવાસની નજીક દારુલ અમન રોડ પર થયો છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી મોટો ધમાકો થયો છે. આ ધમાકો રશિયાના દૂતાવાસની નજીક દારુલ અમન રોડ પર થયો છે. આ ધમાકાના કારણે હડકંપ મચી ગયો છે અને સુરક્ષા વ્યવસ્થા ટાઈક કરી દેવામા આવી છે. આપને જણાવી દઈએ કે, આ 72 કલાકમાં બીજો મોટો ધમાકો છે. આ બ્લાસ્ટ રશિયા એમ્બેંસીની સામે થયો છે. આ દરમિયાન ત્યાં અફઘાની લોકો વીઝા માટે લાઈનમાં ઊભા થયા હતા. જો કે, આ ધમાકો થયા બાદ અધિકારીઓ તરફથી કોઈ નિવેદન સામે આવ્યા નથી. સ્થાનિક સમાચાર અનુસાર રશિયન એમ્બેંસી બહાર થયેલા આ બ્લાસ્ટમાં બે રશિયન ડિપ્લોમેટ સહિત 20 લોકોના મોત થયા છે.
- Advertisement -
Two Russian diplomats were among 20 people killed on Monday in an explosion outside the country’s embassy in the Afghan capital, Kabul, local media reported: Russian state-affiliated media RT
— ANI (@ANI) September 5, 2022
- Advertisement -
2 દિવસ પહેલા થયો હતો બ્લાસ્ટ
આ અગાઉ શુક્રવારે પણ એક ભીડભાડવાળી મસ્જિદમાં ધમાકો થયો હતો. આ ધમાકામાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 23 લોકો ઘાયલ થયા હતા. 72 કલાકની અંદર આ બીજો મોટો બ્લાસ્ટ થયો હતો. તાલિબાની અધિકારી અને એક સ્થાનિક તબીબે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, હેરાત શહેરની ગુજારગાહ મસ્જિદમાં શુક્રવારે બપોરે નમાઝના સમયે આ વિસ્ફોટ થયો હતો. જ્યાં ભારે ભીડ હતી. ઘટનાસ્થળનો વીડિયોમાં મસ્જિદના આંગણામાં લાશો પડી હતી. જમીન પર લોહીના ખાબોચીયા ભરેલા હતા. ડરના માર્યા લોકો ચિસો પાડી રહ્યા હતા.
આ વિસ્ફોટમાં મુઝીબ-ઉલ રહમાન અંસારીનં મોત થઈ ગયું હતું. જે એક મુખ્ય મૌલવી હતા. છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનની પશ્ચિમ સમર્થિક સરકારોની ટિકા માટે અંસારીને સમગ્ર અફઘાનિસ્તાનમાં ઓળખાય છે. અંસારીને તાલિબાનના નજીકના સમજવામાં આવે છે. જેનાથી વિદેશી બળોને પાછા ગયા બાદ ગત વર્ષે દેશની સત્તા પર કંટ્રોલ કર્યો હતો.