રાજકોટમાં વરસાદ બાદ ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડા પડી પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રેરિત વકીલો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા આજરોજ સિવિલ હોસ્પિટલ ચોકના નિર્માણ કાર્યમાં થઈ રહેલી ઢીલાશ અને બિસ્માર રોડ રસ્તાને પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે બિસ્માર હાલતમાં રહેલ રોડ પર કુમકુમ તિલક, પુષ્પ અને અબીલ ગુલાલ દ્વારા પૂજન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.



