ખાસ-ખબર સંવાદદાતા
ગામમાં દારૂબંધીનું ચુસ્ત પાલન કરાવનાર ભેંસાણ તાલુકાનાં પસવાડા ગામના સરપંચ ઉપર દારૂડીયાઓએ હુમલો કર્યો અને માર મારી ઈજા પહોંચાડી છે.થોડા સમય પહેલા ભેંસાણ તાલુકાનું પસવાડા ગામ રાજ્યકક્ષાએ ચમક્યું હતું.કારણ કે અહીં નવા ચૂંટાયેલા સરપંચ જેસીંગભાઇ ભાટીએ ગામમાં ઢોલ નગારા વગાડીને ગામમાં દારૂબંધી ફરમાવી હતી અને દારૂ પીનારા અને વેંચનારાઓ સામે પગલાં લેવામાં આવશે,તેવી જાહેરાત પણ કરી હતી અને આ જાહેરાત બાદ ગામમાં દારૂબંધીનું ચુસ્ત પાલન પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલાક દારૂ પીનારાઓ આ વાતથી રોષે ભરાયા હતાં અને પોલીસમાં પકડાવી દેવામાં આવતા તેનું મન દુ:ખ રાખીને ગામના સરપંચ જેસીંગ ભાટી ઉપર લોખંડનો પાઇપ વડે હુમલો કર્યો હતો અને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી હાલ જેસીંગ ભાટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ભરતભાઇ હનુભાઇ ભાટી સામે ફરિયાદ નોંધાવી છે.જયારે સામેપક્ષે પણ રાજેંદ્રસિંહ હનુભા ભાટીએ જેસીંગ નાગજી ભાટી અને જયવંતસિંહ મુળુભા ભાટી સામે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.
ગામમાં દારૂબંધી કરનાર ભેંસાણનાં પસવાડાનાં સરપંચ ઉપર હૂમલો
