આવેગમાં આવવું શખ્સને ભારે પડ્યું
‘ખાસ-ખબર’નાં અહેવાલની અસર : બી ડિવિઝન પોલીસે ગણતરી કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વટ રાખવા અને સીનસપાટા કરવા એક શખ્સ માટે ભારે પડી ગયા. આઠમની રાત્રે મટકીફોડ કાર્યક્રમમાં મોરબી રોડ જાહેરમાં પિસ્તોલથી ફાયરીંગ કરનાર પોલીસે ઝડપી પાડ્યો છે. ખાસ-ખબર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલ બાદ જાહેરમાં ફાયરિંગ કરનાર જીવણ નાનજી મકવાણા (ખીંટ)ની બી ડિવિઝન પોલીસે ગણતરી કલાકોમાં ધરપકડ કરી છે. આ પરવાનાવાળી પિસ્તોલ જીવણના મિત્ર વિરમ ગોલતરની હોવાનું સામે આવ્યું છે. જો કે, પોલીસે પણ તેની શોધખોળ હાથ ધરી છે. જન્માષ્ટમીના પર્વ પર જાહેરમાં એક શખસે પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો જન્માષ્ટમી પર્વ પર એકત્રિત થયાનું જોવા મળે છે. જેમાં એક શખ્સ આવેગમાં આવીને પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ હવામાં કરતો હોવાનું નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ફાયરિંગ કરનાર શખસની ધરપકડ કરી છે. તેમજ જન્માષ્ટમીના પર્વની ઉજવણી નિમિત્તે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. બી ડિવીઝને પોલીસે ફાયરિંગ કરનાર જીવણ નાગજીભાઈ મકવાણાની ધરપકડ કરી છે. જ્યારે ફાયરિંગ જેમાંથી થયું તે પિસ્તોલ લાયસન્સવાળી છે અને તે દિનેશ ઉર્ફે વિરમ ગોલતરની છે.
- Advertisement -
જાહેરમાં ફાયરિંગ કર્યું તેનો મને પસ્તાવો
ફાયરીંગ કરનાર જીવણે જાહેર જનતા પાસે માફી માંગી હતી કે, જન્માષ્ટમીની રાત્રે હવામાં ફાયરીંગ કર્યુ તેનો મને પસ્તાવો છે. મારા આ કૃત્યથી કોઈનો જીવ પણ જઈ શકતો હતો.