જૂનાગઢ મનપા દ્વારા 50 જેટલી ગાય રાખવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે,ત્યારે શહેર વિસ્તારમાં 50થી વધુ ગાયને લમ્પી વાયરસ થતા મહાનગરપાલિકાનાં આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવી છે.જૂનાગઢના મેયરે આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જૂનાગઢ મહાનગર વિસ્તારમાં 50થી વધુ ગાયો લમ્પી વાયરસનો ભોગ બની છે. મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવી છે.આ આઇસોલેશન સેન્ટરમાં લમ્પીગ્રસ્ત ગાયને સારવાર કરવામાં આવી રહી છે.જૂનાગઢનાં મેયર ગીતાબેન પરમારે આ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.