ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું છે. ગીર સોમનાથની શાળાઓમાં હર ઘર તિરંગા કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સરકારી મોડેલ સ્કૂલ ઈણાજ ખાતે પણ વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા અન્વયે કાર્યક્રમ યોજાયો હતો.દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં યુવાનો અને આબાલવૃદ્ધો સહિત તમામ લોકો હર ઘર તિરંગાની ઉજવણીમાં સામેલ થયા છે ત્યારે શૈક્ષણિક સંકુલનો ઉલ્લેખ કરીએ તો સરકારી મોડેલ સ્કૂલ ઈણાજ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ક્રમબદ્ધ ગોઠવાઈને હર ઘર તિરંગા લખાણ દ્રષ્યમાન થાય એ રીતે હારમાળા રચી હતી.
ઈણાજ મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ હર ઘર તિરંગા અંતર્ગત ઉજવણી
