ઘણા સમયથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવ્યો છે અને જેઈઈ મેઈન્સ જૂલાઈ સેશનની પરીક્ષાના પરિણામ હવે જાહેર થઈ ગયા છે.
JEE મેઈન્સ જૂલાઈ સેશન પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયા છે. એનટીએની વેબસાઈટ jeemain.nta.nic.in પર જેઈઈ મેઈન્સ રિઝલ્ટ લિંક એક્ટિવ થઈ ગઈ છે. એક્ઝામમાં શામેલ થનારા વિદ્યાર્થીઓ પોતાનો સ્કોર અહીં જોઈ શકશે. એનટીએએ રિઝલ્ટની સમગ્ર જાણકારી આપી છે. પરીક્ષાની સાથે સાથે એનટીએએ ટોપરની યાદી પણ જાહેર કરી છે.
- Advertisement -
જેઈઈ મેઈન્સ સેશનસ 1 પરીક્ષામાં 24 વિદ્યાર્થીઓ 100 પર્સેંટાઈલ લાવ્યા છે. 24 વિદ્યાર્થીમાં આંધ્ર પ્રદેશના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ત્યાર બાદ રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ પણ 100 પર્સેંટાઈલ લાવ્યા છે. સ્ટેટ વાઈઝ પણ કેટલાય વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે, તેની જાણકારી આપવામાં આવી છે.