By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    1 day ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    2 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    1 day ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    1 day ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 day ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદી છે એટલે જ: મુમકીન છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > મોદી છે એટલે જ: મુમકીન છે!
AuthorKinnar Acharyaખાસ-ખબર

મોદી છે એટલે જ: મુમકીન છે!

Khaskhabar Editor
Last updated: 2022/09/17 at 10:41 AM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ખબરદાર, જો કોઈએ તટસ્થ રહેવાનું કહ્યું તો…!
વડાપ્રધાનની ખુરશી પર સાવજ શોભે, છછૂંદર નહીં!

‘…અને તમે કહો છો કે, પત્રકારે તટસ્થ રહેવું જોઈએ! તટસ્થતા એ કઈ બલાનું નામ છે? શું મારે એમ લખવું કે, “થોડાં બહાદુર મનમોહન હતા, થોડાં મોદી છે… મનમોહને પણ મુંબઇ હુમલા પછી પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી હતી, મોદીએ પણ કરી…” પ્લીઝ. તમારી વ્યાખ્યા મુજબ હું તટસ્થ લેખક-પત્રકાર નથી, એ વાસ્તવિકતા મને સહર્ષ કબૂલ છે. હું ડિફેન્સ એક્સપર્ટ નથી. પણ, હું માનું છું કે, પુલવામા હુમલા કરતા પણ મુંબઇ એટેકની તીવ્રતા વધુ હતી. જાનહાની પણ વધુ હતી, શહેર આખું 72 કલાક સુધી બાનમાં લેવાયું અને પ્રાણ ગુમાવનાર મોટાભાગના સિવિલિયન્સ હતા, વિદેશીઓ પણ હતા. એ હુમલા પછી કશું જ ન થયું. કશું જ નહીં. પાકિસ્તાનને ડોઝિયર્સ અપાયા અને દેશવાસીઓને ઠાલા આશ્વાસનો.

- Advertisement -

હું લેખક-પત્રકાર તો બાદમાં છું, સૌપ્રથમ એક સામાન્ય નાગરિક છું. અને એક આમ આદમી તરીકે હું ઈચ્છું છું કે, મારો દેશ બનાના રિપબ્લિક ન બને. કારણ કે, કેળા જેવા પોચટ રાષ્ટ્રની પ્રજાને મેંગો પીપલ જ બનવું પડે છે. અંગત જીવનમાં કોઈ તમાચો મારે અને આપણે બીજો ગાલ ધરીએ તે અંગત પસંદગીનો પ્રશ્ન છે. પણ, મુંબઇ કે પુલવામા જેવા હુમલા થાય ત્યારે તમાચો એકસાથે 130 કરોડ લોકોના ગાલ પર પડતો હોય છે.

આવી થપ્પડો સતત પડતી રહે તો રાષ્ટ્ર ગૌરવ હણાઈ જાય. જગત આખું આપણાં પર અટ્ટહાસ્ય કરે તે અલગ. શું આપણે આપણું રક્ષણ કરવાને સમર્થ નથી? સ્મરણ રહે, કાયર રાષ્ટ્રને જગતમાં કોઈ કોઠું આપતું નથી. સૈન્ય ક્ષમતા, શસ્ત્ર-સરંજામ હોવા એ જ પર્યાપ્ત નથી. જરૂર પડ્યે તેનો ઉપયોગ ન થાય તો તેનું મૂલ્ય ફૂટી ગયેલા તોપગોળા જેટલું જ ગણાય. સુપરપાવર, આર્થિક મહાસત્તા, ગ્લોબલ હબ, બૂમિંગ ઇકોનોમી… આ બધું બેસ્ટમબેસ્ટ જ છે. પણ, પ્રથમ પ્રાયોરિટી સુરક્ષા, સલામતી, સ્વરક્ષણ છે. બાકી બધું પછી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 70,000 હોય અને દેશ પર નિયમિતપણે ટેરર એટેક થતાં હોય તો એવો સેન્સેક્સનો કશો જ અર્થ સરતો નથી.

શાંતિ અને સલામતી મારા માટે પ્રથમથી જ ઉચ્ચત્તમ સ્થાને છે પણ, યુરોપ પ્રવાસ પછી મને તેનું મહાત્મ્ય વધુ સ્પષ્ટ થયું. મહાસત્તા એ છે જે ઉગ્રવાદીઓને તેમના પાપની સજા આપે છે, મહાનત્તમ મહાસત્તા એ છે જ્યાં આતંકીઓ પાપ કરી શકવા સમર્થ જ ન બની શકે. કટ્ટર ઇસ્લામિક વિચારધારાને કચરા ટોપલીનું તેનું સ્થાન દેખાડી દેવાની જરૂરિયાત લાંબા સમયથી હતી. ગજવા-એ-હિન્દના સ્વપ્નો નિહાળતાં લોકોને ઝડપભેર 72 હૂર મળે, એવી સુચારુ વ્યવસ્થા ગોઠવવાની આપણી જવાબદારી છે. કોંગ્રેસ અને ડાબેરીઓ કટ્ટર ઇસ્લામિક વિચારધારા વિરુદ્ધ ક્યારેય લડે નહીં. કારણ કે, ભારતમાં તેમણે જ તેનું લાલનપાલન કર્યું છે, પોષણ આપ્યું છે અને શિશુ અવસ્થામાંથી ભડભાદર બનાવ્યો છે. વડા પ્રધાન મોદીના ઘણાં પગલાં મને ગમ્યા. તેમના માટે તેમને અભિનંદન. પણ, સર્જિકલ સ્ટ્રાઈક તથા એર સ્ટ્રાઈક માટે તો સલામ મારવી પડે. દ્રઢ ઇચ્છાશક્તિ અને નીડરતા વગર એ બેઉ હુમલા શક્ય ન હતા.

- Advertisement -

પાકિસ્તાન પર એક એર-સ્ટ્રાઈક થઈ અને આખી કેબિનેટ, સૈન્ય, દેશ… બધા હચમચી ગયા. મંત્રીઓને એ સમજાતું ન હતું કે, શું બોલવું. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, અંધારું હતું એટલે તેમને ભારતીય ફાઇટર જેટ દેખાયાં નહીં! ઇમરાન ખાન દર 30 મિનિટે બયાન બદલાવી રહ્યો છે. ક્યારેક કહે છે કે, લડી લેશું! અર્ધો કલાક પછી કહે છે કે, યુદ્ધ તો ખપે જ નહીં! રીતસર બાઘા બની ગયા છે. તેની સામે શું તમે મોદીની સ્વસ્થતા જોઈ? પુલવામા હુમલા પછી તેમણે પ્રથમ જ સ્પીચમાં બહુ સ્પષ્ટ કહી દીધું: “તેઓ બહુ મોટી ભૂલ કરી ગયા છે, તેમણે આકરી કિંમત ચૂકવવી પડશે!” કોઈ જ પ્રકારની ચીસો પાડ્યા વગર, એકદમ દ્રઢ અવાજે તેમણે પોતાનો નિર્ણય જણાવી દીધો. ભૂતકાળના ભારતીય વડા પ્રધાનો માત્ર એક જ ડાયલોગ બોલતા હતા: “દુષ્મનો અમારી ધીરજની પરીક્ષા ન કરે… અમારી સહિષ્ણુતાને કાયરતા સમજવાની જરૂર નથી!” ખતમ. મનમોહન જ્યારે આવું બોલે ત્યારે રીતસર હસવું પણ આવતું અને ક્રોધ પણ. આપણને થાય કે, આટલું બોલતા એમને ક્યાંક કાર્ડિયાક એરેસ્ટ ન થઈ જાય. લેંગ્વેજમાં રણકાર નહીં અને બોડી લેંગ્વેજમાં આત્મવિશ્વાસ નહીં. સવાસો કરોડની જનસંખ્યા ધરાવતી લશ્કરી, આર્થિક મહાસત્તાના વડા શું આવા ઉંદરડાં હોય? આમાં કેમ કરી ને કોઈ તટસ્થ રહી શકે!

બીજી તરફ મોદીનું અવલોકન કરો. પુલવામા હુમલા પછી તેમણે ચૂંટણી સભાઓ કરી, સિઉલ જઈ શાંતિ પારિતોષિક લઈ આવ્યા, કુંભમાં ગંગાસ્નાન કર્યું અને ચહેરા પર ક્યારેય ટેંશન કળાવા ન દીધું. કોઈ જ પ્રકારની અસ્વસ્થતા નહીં. એર-સ્ટ્રાઈક પછી તેઓ ગાંધી શાંતિ પુરસ્કારના સમારોહમાં ઉપસ્થિત રહ્યા, ચુરુંમાં સભા કરી અને સાંજે જગતની સૌથી મોટી ભગવદ ગીતાનું વિમોચન કર્યું. એકદમ કોલ્ડ બ્લડેડ બદલો. ટાઢા કલેજે. આ દિવસો દરમિયાન તેમણે આખી દુનિયાને ભારતના પક્ષે કરી, એકપણ દેશ પાકિસ્તાન સાથે ઉભો ન રહ્યો. ચીન પણ નહીં. આ એક વિરાટ સિદ્ધિ છે. ભારતની વિદેશ નીતિ અને સંરક્ષણ નીતિ ક્યારેય આટલી અસરકારક અને સખ્ત નથી રહી. ક્યારેય નહીં.

સ્મરણ રહે: દુનિયા આપણી પડખે છે અને મોદીએ કહ્યું છે કે, “હજુ અમારું શ્રેષ્ઠ આવવાનું બાકી છે!” વાત અહીં અટકશે નહીં. વધુ નક્કર કાર્યવાહી થશે જ. બેશક, બેઉ પક્ષે થશે, નુકસાન પણ બેય પક્ષે હશે. પરંતુ એક વાત ભૂલાવી ન જોઈએ: આ 2019નું ભારત છે. તેની સૈન્ય ક્ષમતા, આર્થિક સામર્થ્ય, વૈશ્વિક પ્રભાવ સામે પાકિસ્તાનનું કશું જ ગજું નથી. અને સૌથી અગત્યની વાત: દેશની મોટાભાગની પ્રજા સ્વીકારે છે કે, ભારતનું સુકાન એક સક્ષમ, સશક્ત, ચતુર શાસકના હાથમાં છે. એટલે જ મારી જેમ 85 ટકા લોકો તટસ્થ રહી શકતા નથી.

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

TAGGED: narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોદીને ઈંટ-પથ્થર મારો તો તેઓ તેમાંથી મહેલ બનાવશે!
Next Article હવે મોદી વગરનાં ભારતની કલ્પના પણ મુશ્કેલ !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?