તમામ પરીક્ષા કેન્દ્રો CCTVથી સજજ, 73 અધિકારીઓને પરીક્ષાની જવાબદારી સોંપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત સેનેટરી સબ ઇન્સ્પેકટર, નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ), આસી.એન્જી.(મિકે.) આસી.એન્જી. (સિવિલ) અને એકાઉન્ટ ક્લાર્ક આમ કુલ-05 સંવર્ગની લેખિત પરીક્ષા આગામી તા.08/05/2022 રવિવારના રોજ રાજકોટ શહેરનાં જુદા-જુદા કુલ-09 કેન્દ્રો ખાતે લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ છે.
પરીક્ષા કેન્દ્ર દીઠ-2 થી 3 વિડીયોગ્રાફર તથા દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પરીક્ષામાં રાજકોટ મહાનગરપાલિકાનાં કુલ-73 જેટલા અધિકારી/કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે. પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ તથા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવવા અંગે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલ છે તેમજ નોવેલ કોરોના (COVID-19) વાયરસની સરકારશ્ની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.



