IPO મારફત સરકાર LICનો 3.5 ટકા હિસ્સો વેંચશે : 21000 કરોડ એકઠા કરવા ટાર્ગેટ : તા. 4 થી 9 સુધી ઇસ્યુ ખુલશે : 12મીએ એલોટમેન્ટ : 17મીએ લિસ્ટીંગ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દેશની સૌથી મોટી વીમા કંપની દેશનો સૌથી મોટો IPO લાવવા જઇ રહી છે. આ ઇસ્યુ આવતીકાલે ખુલશે અને 9મીએ બંધ થશે. સરકાર ઓફર ફોર સેલમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેંચશે. પહેલા 5 ટકા સ્ટેક વેંચવાનો પ્લાન હતો પણ પછી ઘટાડીને 3.5 ટકા કરી દેવાયો હતો. એલઆઇસીના IPOનું કાઉન્ટડાઉન શરૂ થતાં રોકાણકારોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે. સરકારને આશા છે કે આ ઈંઙઘમાં રિટેલ રોકાણકારો જોરદાર રસ લેશે. જેમાં માોટભાગના એવા રોકાણકારો હશે જેઓ કોઇ IPOમાં પહેલીવાર ભાગ લેશે. પ્રાઇસ બેન્ડ 902 થી 949 પ્રતિ શેર છે.આવતીકાલે એટલે કે ચોથી મેના રોજ દેશનો સૌથી મોટો આઈપીઓ ખુલી રહ્યો છે.
અંસખ્ય રિટેલ રોકાણકારો આ આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિટેલ રોકાણકારો માટે આઈપીઓ ખુલ્યા પહેલા બીજી મેના રોજ એન્કર રોકાણકારો માટે આઈપીઓ ખુલ્યો હતો. બીજી મેના રોજ થોડી જ વારમાં એન્કર રોકાણકારો માટેનો હિસ્સો ભરાઈ ગયો હતો. સીએનબીસી ટીવી-18એ સૂત્રોના હવાલેથી આ સમાચાર આપ્યા હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇશ્યૂમાં સોમવારે નોર્ગેસ બેંક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને જીઆઈસી (GIC)એ રોકાણ કર્યું છે. નોર્ગેસ બેંક નોર્વેનું સોવરેન વેલ્થ ફંડ છે, જયારે જીઆઈસી સિંગાપુરનું સોવરેન વેલ્થ ફંડ છે.આઈપીઓ મારફતે સરકાર એલઆઈસીનો 3.5 ટકા હિસ્સો વેચશે અને 21,000 કરોડ રૂપિયા એકઠા કરશે. પહેલા સરકારની યોજના એલઆઈસીનો પાંચ ટકા હિસ્સો વેચવાની હતી. જોકે, રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે વૈશ્વિક બજારની સ્થિતિ ડામાડોળ બનતા સરકારે આઈપીઓ મુલતવી રાખ્યો હતો.સરકાર માટે સારા સમાચાર છે. ઓછામાં ઓછા પાંચ મ્યુચ્યુઅલ ફંડોએ કહ્યું છે કે તેઓ એલઆઈસી (LIC)ના આઈપીઓ (IPO)માં રોકાણ કરશે. જેમાં દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આદિત્ય બિરલા એસએલ મ્યુચ્યુઅલ ફંડ એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મ્યુચ્યુઅલ ફંડ એલઆઈસીના આઈપીઓમાં પ્રત્યેક 150થી 1,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એલઆઈસીને રિટેલ રોકાણકારો તરફથી પણ સારા રિસ્પોન્સની અપેક્ષા છે.



