પોલીસે 45 માથાભારે શખ્સેની અટક કરી, વાહન ચેકીંગ કર્યુ
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં રમઝાન ઈદનો તહેવાર શાંતિપૂર્ણ પસાર થાય તે માટે એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગુનેગારોને ચેક કરવાના નવતર પ્રયોગ આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.એમ.વાઢેર, પીઆઇ આર.એસ.પટેલ, પીએસઆઇ જે.જે.ગઢવી ,પીએસઆઇ પી.વી. ધોકડિયા દ્વારા જૂનાગઢ શહેર વિસ્તારમાં દાતાર રોડ, ગિરનાર દરવાજા, ગોધાવાવ ની પાટી, દીવાન ચોક, સુખનાથ ચોક, મજેવડી દરવાજા, ખમધ્રોલ રોડ, જોશિપુરા, હર્ષદનગર, ઝાંઝરડા રોડ, ઝાંસીની રાણીના પૂતળા, મોતીબાગ, ગાંધીગ્રામ, આંબેડકરનગર, પંચેશ્વર ખાડિયા, વિગેરે વિસ્તારમાં વિશાળ પોલીસ કાફલા, સુપર કોપ બાઈક, મોબાઈલ, સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. તહેવારો લઇ જૂનાગઢ પોલીસ દ્વારા ભૂતકાળમાં ગુનાઓમાં પકડાયેલા 45 જેટલા માથાભારે ઇસમોના અટકાયતી પગલાઓ લઈ જામીન લેવડાવવા તજવીજ કરવામાં આવી હતી. ઉપરાંત બુટલેગરોને ચેક કરી, દારૂના કેસો પણ કરવામાં આવ્યા હતા.તેમજ વાહન ચેકીંગ રાખી, વાહનો ચેક કરવામાં આવેલ હતા. તહેવારો લઇ બંદોબસ્ત માટે જૂનાગઢ જિલ્લામાં ત્રણ કંપની હથિયારધારી એસઆરપી જવાનો પણ તૈનાત કરવામાં આવી છે.



