ફિનીક્સ કંપનીના થાબડી અને મિલ્ક પ્રોડક્ટના અને મુંજકામાં રહેતા દીપકભાઈ ગણાત્રાના ઘીના
નમૂના ફેલ થયા
ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાને ભક્તિનગર સર્કલથી સોરઠીયાવાડી સર્કલ સુધીમાં 12 પેઢીઓને લાયસન્સ બાબતે
આપી માહિતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ફૂડ સેફ્ટી કાયદા અંતર્ગત મોરબી રોડ પર આવેલી ફિનીક્સ એજન્સીના ફિનિકસ આઈસ્ક્રીમ સ્પેશિયલ થાબડીના નમૂના મિસબ્રાન્ડેડ થતા દંડ ફટકારવામાં આવ્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને અત્યંત હલ્કી કક્ષાનો કહી શકાય તેવા ખાદ્યપદાર્થ ધાબડનારા લોકોનો તૂટો નથી ત્યારે આવા લોકોને ભેળસેળ કરતાં રોકવા માટે મહાનગરપાલિકાએ પણ ઝુંબેશ શરૂ કરી છે. જેને લઈને ફિનીક્સ કંપનીની થાબડી, મિલ્ક પ્રોડક્ટના નમૂના લીધા હતા. જે મિસબ્રાન્ડેડ જાહેર થતા કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરને ત્યાં ચાલી જતા નમુનો આપનાર મુકેશ કલ્યાણજીભાઈ લીબાસીયાને રૂ.10,000 (2) ઉત્પાદક પેઢીના નોમીની કાંતીલાલ છગનભાઈ બાવરવાને રૂ. 25,000 તથા ઉત્પાદક પેઢી ફીનીક્સ મિલ્ક પ્રોડક્ટ, મોરબી ને રૂ.1,00,000નો દંડનો હુકમ કરવામાં આવેલ છે. જ્યારે મુંજકા, રાજકોટ મુકામેથી દીપકભાઈ ચંદ્રકાન્તભાઈ ગણાત્રા (પાસેથી લેવાયેલ ‘અમુલ શુદ્ધ ઘી (500 KG પેક) તથા ‘ગોપાલ શુદ્ધ ઘી (500 KG પેક)ના નમુનામાં રિપોર્ટમાં વેજીટેબલ ફેટ તથા ઓઈલની હાજરી મળી આવતા કુલ 25000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને અત્યંત હલ્કી કક્ષાનો કહી શકાય તેવા ખાદ્યપદાર્થ ધાબડનારા લોકોનો તૂટો નથી ત્યારે આવા લોકોને ભેળસેળ કરતાં રોકવા માટે મહાપાલિકાએ પણ ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે આજે મનપાએ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે જામનગર રોડ, શેઠ નગર, માધાપરના વિસ્તારમાં તેમજ ભક્તિનગર સર્કલથી સોરઠીયાવાડી સર્કલ 80 ફૂટ રોડ વિસ્તારમાં ખોરાકની ગુણવત્તા તથા લાયસન્સ બાબતે ખાસ ડ્રાઈવ યોજી હતી. જેમાં 12 પેઢીઓને લાયસન્સના રજીસ્ટ્રેશન બાબતે માહિતી આપી હતી.


