એક દિવસમાં 20 હજાર કેસ : અનેક શહેરોમાં લોક ડાઉન હોવા છતાં પરિસ્થિતિ બદતર
દુનિયાના અનેક દેશોમાં કોરોનાવાયરસ મહામારીના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ ચીન અને બ્રિટનમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે અને ચીનની હાલત સૌથી વધુ ખરાબ થઈ રહેલી દેખાય છે કારણ કે એક દિવસમાં 20 હજાર નવા કેસો બહાર આવી ગયા છે. કોરોનાવાયરસ મહામારી ના નવા એટેક ને પગલે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે પરંતુ ચીનના સત્તાવાળાઓ દ્વારા મૃત્યુઆંક છૂપાવવામાં આવી રહ્યો છે તેમ માનવામાં આવે છે.
અનેક શહેરોમાં લોક ડાઉન લગાવવામાં આવ્યું છે તેમ છતાં કેસમાં દરરોજ ભયંકર રીતે વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલો હાઉસ ફુલ થઈ છે અને કેટલાક દર્દીઓની ઘરે સારવાર કરવામાં આવી રહી છે. જોકે સૌથી વધુ ખરાબ હાલત શંઘાઈ શહેરની થઈ રહી છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી અહીં સંચારબંધી જેવું વાતાવરણ છે અને લોકોને બહાર નીકળવાની મનાઇ કરવામાં આવી છે તેમ છતાં દરરોજ અહીં હજારોની સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે.
- Advertisement -
દરેક વ્યક્તિના બે વખત અથવા ત્રણ વખત ટેસ્ટ કરવાની કાર્યવાહી પણ ઝડપી બનાવવામાં આવી છે. તેમ છતાં અલગ-અલગ શહેરોમાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને ગઈકાલે વીસ હજારથી પણ વધુ નવા કેસ બહાર આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.