CM ભુપેન્દ્ર પટેલઅને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકાનાં ઉમાધામ ગાંઠીલામાં તા. 10 એપ્રિલનાં 14મો મહાપાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઉમિયા માતાજીનાં પાટોત્સવની તેડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાટોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે. સોરઠ પ્રદેશમાં શ્રી ઉમાધામ ગાંઠીલા ખાતે આરુઢ જગજનની શ્રી જગદંબા મા ઉમાના: દ્વારે 14 મો પાટોત્સવ તા. 10 એપ્રિલ 2022નાં ઉજવવામાં આવશે. જેમાં સવારે 8 કલાકથી બપોરનાં 3:30 કલાક સુધી 51 કુંડી હવન, સવારે 9 વાગ્યેથી આરોગ્ય કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, હિમોગ્લોબીન તપાસ, વિનામુલ્યે નેત્રમણી સાથેનો ઓપરેશન કેમ્પ,કેન્સર જાગૃતિ અભિયાન તથા આયુર્વેદ નિદાન કેમ્પ, સવારે 10 વાગ્યેથી મહિલા સંમેલન, બપોરનાં 11 કલાકે અને સાંજનાં 6 કલાકે મહાપ્રસાદ, બપોરે 3 વાગ્યે સામાજીક સંમેલન, દાતાઓનું સન્માન અને રાત્રે કસુંબલ ડાયરો યોજાશે. બપોરે યોજનાર સામાજીક સંમેલનમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ, પરોસોત્તમભાઇ રૂપાલા, મનસુખભાઇ માંડવિયા,નીતિનભાઇ પટેલ,દિલીપભાઇ સંઘાણી, સહિતનાં રાજકીય અને સામાજીક આગેવાનો હાજર રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ વાલજીભાઇ ફળદુ, સંયોજક નિલેશભાઇ ધુલેશીયા,ઉપપ્રમુખ કરશનભાઇ કમાણી,પોપટભાઇ કણસાગરા સહિતનાં જહેમત ઉઠાવી રહ્યાં છે.



