વિવિધ પડતર પ્રશ્ર્નો અંગે તબીબોની ઉગ્ર માંગ
ગુજરાત મેડિકલ ટીચર્સ એસો., જીએમઈઆરએસ ફેકલ્ટી, જીઆઈડીએ સહિત અન્ય એસો. સહિત રાજ્યભરના 10000 જેટલા તબીબોની માંગ પૂરી ન કરતાં તબીબો આંદોલનના માર્ગે ઉતર્યા છે. જેમાં રાજકોટ જિલ્લાના 150 સરકારી તબીબો મળી કુલ 330 તબીબો આંદોલન કરી રહ્યા છે. રૂપાણી સરકારે તબીબી શિક્ષકોને 12 મુદ્દાની માગણી મંજૂર કરતો એક ઠરાવ કરેલ હતો, પરંતુ આજદિન સુધી 9 માગણીઓમાં કોઈ કાર્યવાહી ન થતાં તબીબોમાં રોષ વ્યાપી ગયો છે.
સરકાર દ્વારા થયેલ સમજૂતી મુજબ 31-3-2022 સુધી તમામ માગણીઓ પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું પરંતુ આજદિન સુધી કોઈ કામ થયું નથી. જેમાં કેન્દ્રના ધોરણે પરંપરા મુજબ 1-7-2017થી 20 ટકા એનપીએ આપવું, એડહોક સેવા વિનિમિયત કરી ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, 15 ટકા સિનિયર ટયૂટરોને ત્રીજા ટીકુનો લાભ આપવો સહિતની માંગ પૂરી ન થતાં રાજ્યભરના તમામ તબીબો તા. 4થી અચોક્કસ મુદતની હડતાળ પર જશે.


