ઓનલાઈન 100 કરોડનું રેકોર્ડબ્રેક કલેકશન
મેયર અને મ્યુનિ.કમિશનરે કરદાતાઓનો માન્યો આભાર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ 2021-22માં આજે છેલ્લા દિવસે બપોર સુધીમાં ઓલ ટઈમ હાઈ ટેક્સ વસુલાતની રૂપિયા 266 કરોડથી વધુ રકમ વસુલ કરી છે. આ વર્ષે સૌથી વધારે 3,09,146 કરદાતાઓએ મિલકત વેરો ભર્યો છે જે એક રેકોર્ડ જેવી બાબત છે. તેમજ 1 લી જાન્યુઆરથી રીકવરી સેલની રચના કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 88 કરોડ જેટલી વસુલાત કરવામાં આવી છે. ગયા વર્ષે માત્ર 39 કરોડની વસુલાત થઈ હતી.
આખા વર્ષમાં કુલ 565 ચેક રીટર્ન થયેલા છે જેની કુલ રકમ રૂ.2.35 કરોડ હતી. તે પૈકી 484 મિકલત ધારકોએ રૂપિયા 2.17 કરોડ રકમ ભરપાઈ કરી દીધી હતી.
બાકી રહેલી 81 મિલકત ધારકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવા ચેકની કુલ રકમ 18 લાખ થવા પામે છે. 266 કરોડથી વધુ ટેક્સ ભરપાઈ થઈ જતાં મેયર ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુ ધવા અને શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કરદાતાઓનો આભાર માન્યો છે.
- Advertisement -
મનપાની જુદી જુદી સેવાઓમાં જેમ કે મિલ્કતવેરો, પાણી-દર, વ્યવસાયવેરો, વાહનકર, કોમ્યુનિટી હોલ બુકિંગ, જુદી-જુદી રીક્રુટમેંટ (ભરતી), સ્પોર્ટસ યુટિલીટી, આવાસ યોજનાનાં હપ્તાઓનું કલેકશન જેવી સુવિધાઓનું પેમેંટ મનપાની વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પર વર્ષ 2008 થી તેમજ મહાનગરપાલિકાની મોબાઈલ એપ 2016 થી પર ઓનલાઈન લેવામાં આવે છે. વર્ષ 2020-21માં ભારત બીલ પે સીસ્ટમ સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું જેનાથી લોકોને ક્રેડીટ, ડેબીટકાર્ડ, નેટ બેંકિંગ ઉપરાંત અન્ય વોલેટ દ્વારા પણ પેમેંટની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ત્યારે આ સુવિધાઓને કારણે ઓનલાઈન કલેકશન રૂપિયા 100 કરોડ થયું છે. ઓનલાઈન પેમેન્ટમાં વર્ષ 2018-19ની સરખામણીમાં વર્ષ 2021-22માં 225 ટકા જેટલો વધારો થયો છે.


