બપોર પછી બોર્ડનાં છાત્રો સીટ નંબર જોઇ શકશે : 28 માર્ચથી ધોરણ 10, 12ની પરીક્ષાનો પ્રારંભ થશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ધો.10 અને 12ની પરીક્ષા આગામી તા.28 માર્ચ થી 12 એપ્રિલ સુધી લેવાશે. જે પહેલા વનરક્ષકની પરીક્ષા તા.27 માર્ચના બપોરના 12 થી 2 વાગ્યા સુધી હોય તે અંતર્ગત બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા સ્થળ પર પોતાના સીટ નંબર બપોરના 3-30 થી 6-30 સુધી જોઇ શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.28 માર્ચ 2022 થી તા.12 એપ્રિલ 2022 દરમિયાન ધો.10 અને 12(વિ.પ્ર./સા.પ્ર)ની જાહેર પરીક્ષાઓ લેવાનાર છે.
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષામાં એસએસસી અને એચએસસી(વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ) માટે જૂનાગઢ જિલ્લાની પરીક્ષા સમિતિની બેઠક તા.09 માર્ચ 2022ના રોજ કરવામાં આવેલ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિડિયો કોન્ફરન્સમાં મળેલ સૂચના મુજબ તા.27 માર્ચ 2022ના રોજ ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા આયોજિત વન સંવર્ગ-3ની પરીક્ષા બપોરે 12 થી 2 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના શહેર અને ગ્રામ્યના બિલ્ડીંગો ખાતે યોજાનાર છે.
- Advertisement -
આ પરીક્ષા સ્થળોનો ઉપયોગ ધો.10 અને ધો.12ના પરીક્ષા સ્થળોમાં પણ સમાવેશ કરવામાં આવેલ છે. આથી બોર્ડની સૂચના મુજબ આ કેન્દ્રમાં આવતા પરીક્ષા સ્થળના તમામ વિદ્યાર્થીઓએ તેમના પરીક્ષા સ્થળ અને સીટ નંબર જોવા માટે તા.27 માર્ચ 2022ના બપોરે 3-30 થી 6-30 કલાક દરમિયાન તેમના સીટ નંબર જોઇ શકશે. જેની તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યઓએ નોંધ લેવા જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.