ડીએમાં 3%નો વધારો થાય તો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે
કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને હોળીની ભેટ આપી શકે છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ પણ DA અને DR એરિયર્સ અને હાઉસિંગ રેન્ટલ એલાઉન્સ માં વધારાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે DA એ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરો માટે કોસ પફ લિવિંગ એમાઉન્ટ જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વખત વધારવામાં આવે છે.
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા ડીએ આપવામાં આવે છે. હોળી પહેલા ડીએમાં 3 ટકાના વધારા બાદ કુલ ડીએ વધીને 34 ટકા થઈ જશે. DAમાં વધારા અંગે સરકારની જાહેરાત સાતમા પગાર પંચની ભલામણ પર આધારિત હશે. જો સરકાર આજે આ અંગે નિર્ણય લે છે તો તેનાથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે. જો કેન્દ્ર સરકાર કર્મચારીઓના ડીએમાં 3%નો વધારો કરે છે તો આ વધારો 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે.
- Advertisement -
ચૂંટણીના કારણે થયો વિલંબ
મોંઘવારી ભથ્થામાં વધારો અને પેન્ડિંગ DA પર નિર્ણય લેવામાં વિલંબ યુપી સહિત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને કારણે થયો છે. કર્મચારીઓ 18 મહિનાના અટકેલા ડીએને બહાલ કરવાની માંગ કરી રહ્યા છે. આ અંગે નિર્ણય 16 માર્ચે લેવાનો છે અને તે પહેલા કેબિનેટ સચિવ સાથે વાતચીત થશે. જો સરકાર મોંઘવારી ભથ્થું વધારશે તો લગભગ 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.


