અઠવાડિયામાં શહેરના વિવિધ વિસ્તારમાંથી માત્ર 206 જેટલા પશુઓને પકડતી ANCD શાખા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ મનપાની એ.એન.સી.ડી શાખાએ શહેરમાં રસ્તા પર રખડતાં અને વાહનચાલકોને અડચણરૂપ બનતાં પશુઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી. એ.એન.સી.ડી શાખાએ વાહનચાલકોને રખડતાં ઢોરના ત્રાંસથી મુક્ત કરવા માટે વિવિધ વિસ્તારમાંથી આશરે 206 જેટલા પશુઓને રસ્તા પરથી દૂર કર્યા હતા. જે આમ જોઈએ તો ઘણાં ઓછા પશુઓને પક્ડયાં છે.
આ કામગીરી હેઠળ મનપાએ લક્ષ્મીનગર અને વિશ્વનગર આવાસ યોજના પાસેથી 17, શ્યામ નગર મેઈન રોડ, શક્તિ સોસાયટી ક્વાર્ટર પાસેથી 7, મંજુકા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસેથી 6, વેલનાથ પર રણછોડનગર પાસેથી 6, રેલનગર વિસ્તારમાંથી 11, બાલાજી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, જે.કે.રેસીડન્ટ ગેટ પાસેથી 9, સ્વાતી પાર્ક, ગુલાબ પાર્ક, નવલનગર સહિતના વિસ્તારમાંથી 50 એમ કુલ 206 જેટલાં રખડતાં પશુઓને રસ્તા પરથી દૂર કરાયા હતા.


