હિજાબ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
ઈસ્લામ ધર્મમાં ધાર્મિક પ્રવૃતિ માટે હિજાબ અનિવાર્ય નથી
- Advertisement -
અસંવેદનશીલ ધટના ન બને તે માટે સંવેદનશીલ સ્થળે 144 ધારા લાગુ
ચુકાદા બાદ જજોની સુરક્ષામાં કરાયો વધારો
કર્ણાટક હાઈકોર્ટે ડિસેમ્બરથી શરૂ થયેલાં હિજાબ વિવાદને લઈને મહત્વનો ચુકાદો આપીને વિવાદને શમાવી દીધો છે. હાઈકોર્ટે આજરોજ એટલે કે મંગળવારે હિજાબ અંગે ચુકાદો સંભળાવ્યો હતો કે, મુસ્લિમ ધર્મમાં હિજાબ પહેરવો અનિવાર્ય ભાગ નથી. ઈસ્લામ ધર્મમાં પણ ધાર્મિક પ્રવૃતિઓ માટે હિજાબ જરૂરી હોવાનો ઉલ્લેખ નથી. તેમજ ડો. ભીમરાવ આંબેડકરે પણ બંધારણ સભામાં કહ્યું હતું કે, આપણે આપણા ધાર્મિક નિર્દેશોને શૈક્ષણિક સંસ્થાઓથી બહાર રાખવા જોઈએ. શાળા-કોલેજમાં હિજાબ પહેરવો જરૂરી નથી. શાળાનો ગણવેશ પહેરવામાં મનાઈ કરી શકે નહી.
- Advertisement -
કર્ણાટક હાઈકોર્ટની આ ચુકાદા બેંચમાં ચીફ જસ્ટીસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જે.એમ.ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દિક્ષિત સામેલ હતા. ચુકાદાને લઈને સમગ્ર જજની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમજ ચુકાદા પૂર્વે સંવેદનશીલ સ્થળો પર કોઈ અસંવેદનશીલ ઘટના ન બને તે માટે ધારા 144 લાગુ કરવામાં આવી છે. વધુમાં હિજાબ ચુકાદાને કારણે રાજ્યની રાજધાની બેંગલોરમાં એક અઠવાડિયા માટે મોટી સભાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો…
કર્ણાટકના ઉડુપી જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં વિદ્યાર્થીનીઓના હિજાબ પહેરવા પર શાળા-કોલેજમાં વિવાદ શરૂ થયો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા હતા. શાળામાં હિજાબ પહેરવાથી રોકવા અંગે કુલ 6 વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યો હતો અને કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે હાલમાં કર્ણાટક હાઈકોર્ટે કોઈપણ ધાર્મિક ચિહ્ન પહેરીને શાળાએ જવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે.


