500 કરોડનો જમીન કૌભાંડ મામલો
15 દિવસમાં માફી માગવામાં નહીં આવે તો કોંગ્રેસના આગેવાનો સામે કાયદેસરની કાર્યવાહી
નીતીન ભારદ્વાજ દ્વારા પોલીસ કમિશનરને બદનક્ષીની લેખિત ફરિયાદ અરજી અપાઇ હતી, ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજે વિરોધપક્ષના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી
વિજયભાઈ રૂપાણીએ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે સિવિલ નોટિસ ઈસ્યુ કરી કહ્યું ‘જે જમીન કૌભાંડનો આક્ષેપ કરાયા છે તે મામલે કોંગ્રેસ પુરાવા રજૂ કરે’
અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાશ્રીના કાર્યાલયમાંથી સહારા કંપનીની જમીનમાં ઝોન ફેર કરીને 500 કરોડથી વધુ રકમનું નાણાકીય કૌભાંડ આચરાયેલના ખોટા આક્ષેપો સાથે પ્રેસનોટ માધ્યમથી જાહેરાત કરનાર કોંગ્રેસના આગેવાનોએ અખબારી યાદી તથા પ્રેસ કોન્ફરન્સથી ખોટા આક્ષેપો કરનારાઓની સામે બદનક્ષીની નોટીસ પાઠવવામાં આવી છે. વર્તમાન પત્રોમાં તથા ઈલેકટ્રોનીક મીડિયામાં વાહિયાત આક્ષેપો કરનાર કોંગ્રેસના રાજકીય નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બદનામ કરવાનું એક ષડયંત્ર કરવામાં આવેલું હતું.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેઓની સામે ખોટા આક્ષેપો કરેલ હોવાથી કોંગ્રેસના આગેવાનો સામે આજરોજ કોંગ્રેસના આગેવાનોને બદનક્ષીની નોટીસ પાઠવી છે. કોંગ્રેસના આગેવાનોએ અખબારોમાં જે આક્ષેપો કરેલ હતા કે તેના જવાબમાં માનનીય પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ (1) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય, (2) સુખરામભાઈ રાઠવા, (3) શૈેલેષભાઈ પરમાર, (4) સી. જે. ચાવડા વિ. સામે બદનક્ષીની નોટીસ પાઠવેલ છે કે, સમગ્ર ગુજરાત રાજ્ય તથા રાજકોટ શહેરમાં એક આબરૂદાર તથા પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ. સમગ્ર ગુજરાત રાજ્યમાં અમો સમાજના એક નિષ્ઠાવાન આગેવાન છીએ તથા જાહેર જીવનમાં આબરૂદાર તરીકે છાપ ઉભી કરી છીએ તેમજ જાહેર જીવન દરમ્યાન અમારી સામે આજ સુધી એકપણ આક્ષેપ લાગ્યો ન હોય, જેનાથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં તથા રાજકોટ શહેરમાં વસતા લોકોમાં એક સ્વચ્છ અને સાફ છબી ઉભી કરી છે.
- Advertisement -
કોંગ્રેસ આગેવાનોએ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા ઈરાદે ગેરકાયદેસરના કૃત્યો કરેલ છે જેના હિસાબે રાજકીય કારકિર્દીક્ષેત્ર, સામાજિક ક્ષેત્રે પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકસાન થયેલ હોઈ કોંગ્રેસના તમામ આગેવાનોને બદનક્ષીની નોટીસ પાઠવી છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગરિમા, પ્રતિષ્ઠા અને આબરૂને નુકસાન પહોંચાડવાના બદઈરાદે કોઈપણ જાતના આધારપુરાવાઓ વિના ‘વિરોધપક્ષના નેતાનું કાર્યાલય ગુજરાત વિધાનસભા ગાંધીનગર’ વાળા લેટર હેડ મારફત તા. 22-2-2022ની અખબારી યાદીમાં રૂા. 500 કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચરવાના ઉદ્દેશથી અપાયેલ ઝોન ફેરફારની મંજૂરીઓ તાત્કાલીક અસરથી રદ કરો- વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા તથા ખાનગી કંપનીઓમાં નાગરીકોના ફસાયેલ નાણાં પરત અપાવવા ખાનગી કંપનીની જમીનમાં શ્રી સરકાર દાખલ કરો વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર તથા સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ બિલ્ડરો, પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના આગેવાનોની સીબીઆઈ મારફત તપાસ કરાવો: કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડા જેવા હેડીંગો હેઠળ ગુજરાત સરકારના પુર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી ઉપર ભ્રષ્ટાચારના તથ્યવિહિન તથા તદ્દન ખોટા આક્ષેપો કરેલ છે.
આમ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સામે તદ્દન ખોટા વાહિયાત આક્ષેપો કરવામાં આવતા દિવસ 15માં માફી માંગી લેવા કોંગ્રેસના આગેવાનોની સામે બદનક્ષીની નોટીસ પાઠવેલ છે. આ કામમાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફથી એડવોકેટ અંશ ભારદ્વાજ તથા અમૃતા ભારદ્વાજ રોકાયા હતા.


