વકીલોએ શ્રીફળ વધેરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં કોરોનની ત્રીજી લહેરને ધ્યાને રાખી રાજકોટ કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી બંધ કરવામાં આવી હતી જો કે આજે દોઢ મહિના બાદ પરિસ્થિતિ સામાન્ય થઇ જતા આજથી કોર્ટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વકીલોએ શ્રીફળ વધેરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી.

- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આવેલ કોર્ટમાં દોઢ મહિના બાદ આજથી ફરી ફિઝિકલ કાર્યવાહી શરૂ થતા રાજકોટ બાર એસોસિએશન દ્વારા શ્રીફળ વધારી એક બીજાને મીઠા મોઢા કરાવી બાદમાં કોર્ટમાં પ્રવેશ મેળવ્યો હતો.

કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થતા બાર દ્વારા કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ કરવા માંગ કરવાના આવી હતી જેને માન્ય રાખી આજથી દોઢ મહિના બાદ કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને વકીલોએ આવકારી છે.
- Advertisement -



