રાજકોટ-જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-જામનગર હાઈવે પર 2 યુવકોના અકસ્માતને કારણે મોત થયા છે. મૃતક યુવકો બાઈકની રેસ લગાવી હતી જે રેસ તેમની જીંદગીની અંતિમ રેસ બની ગઈ છે.
રાજકોટ જામનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં 2 યુવકના કરૂણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્રણ યુવકો બાઈક પર ચીલ ઝડપે સવારી કરી રહ્યા હતા તે સમયે બાઈડ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. એવી માહિતી સામે આવી છે કે રાજકોટ જામનગર હાઈવે પર ચાર થી પાંચ બાઈક સવારોએ રેસ લગાવી હતી. તેજ સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ધટનાસ્થળેજ બે યુવકોના મોત થયા હતા. શહેરના જામનગર રોડ આવેલ મોવિયા સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો જેમા ડિવાઈડર સાથે વાહન અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. લોકો તેમનું વાહન ઉભુ રાખીને યુવકોને આગળ જતા કરતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ રેસ જીંદગીની આખરી રેસ અને મોતની રેસ બનીને સામે આવી છે. જેથી હાઈવે પર જે પણ યુવકો રેસ લગાવતા હોય છે તેમના માટે આ કિસ્સો લાલ બત્તી સમાન
કહી શકાય.


