By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શરમ આવવી જોઈએ દેખાડાબાજી અને પોકળ સેક્યુલારિઝમ પર!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > શરમ આવવી જોઈએ દેખાડાબાજી અને પોકળ સેક્યુલારિઝમ પર!
AuthorParakh Bhatt

શરમ આવવી જોઈએ દેખાડાબાજી અને પોકળ સેક્યુલારિઝમ પર!

Khaskhabar Editor
Last updated: 2022/02/10 at 5:55 PM
Khaskhabar Editor 5 years ago
Share
11 Min Read
SHARE

29 વર્ષની ખૂબસુરત ઇરાનિયન યુવતી સહર ખોડયારી ફૂટબોલની રમત લાઇવ નિહાળવાનો પોતાનો શોખ પૂરો કરવા માટે ઇરાનનાં ‘આઝાદી સ્ટેડિયમ’માં મર્દની વેશભૂષામાં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ હિજાબ ન પહેરવાના જુર્મ હેઠળ એની ધરપકડ કરી લેવામાં આવે છે.

Contents
– પરખ ભટ્ટ  દુબઈ, શારજાહ, ઓમાન કે મસ્કતને તમે ભલે વિકસિત માનતાં હો, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરશો ત્યારે સમજાશે કે એમની પાસે બોલવાની પણ આઝાદી નથી. અખબારી સ્વાતંત્ર્યને નામે મોટું મીંડુ છે!   કર્ણાટકમાં ચાલી રહેલો વિવાદ એવું દર્શાવે છે કે જો હજુ પણ આપણે શાંત રહ્યા તો એવું બની શકે કે ધીરે ધીરે શાળા-કોલેજ-યુનિવર્સિટીમાં યુનિફોર્મને બદલે હિજાબ પહેરવાની છૂટ આપી દેવામાં આવે! અને એ વખતે ભારતના ‘સેક્યુલર’ બૌદ્ધિકોને કોઈ જ વાંધો નહીં હોય, કારણકે એમની બિનસાંપ્રદાયિકતા સગવડિયા ધર્મ જેવી છે! 

– પરખ ભટ્ટ  

ઇરાન સહિતના મોટાભાગના ઇસ્લામિક દેશોના કાયદાઓ સ્ત્રીઓ માટે નર્ક સમાન પૂરવાર થયા છે, જેનો આ એક દાખલો! ઇરાનિયન પોલીસના હાથે પકડાયા એટલે દાયકાઓ સુધી કારાગારમાં સડવું પડે એવું ત્યાંની દરેક સ્ત્રી માને! સહરને પોતાનું જીવન આ રીતે નહોતું જીવવું, એટલે સ્ટેડિયમની બહાર જ તેણે પોતાના આખા શરીરે દેવતા ચાંપી દીધો! બળીને ખાખ થવા આવી, ત્યારે તેને હોસ્પિટલમાં ખસેડાઈ અને ગણતરીના દિવસોની અંદર તેણે દેહત્યાગ કર્યો. આ ઘટનાની જાણ જ્યારે વિશ્વભરના લોકોને થઈ, ત્યારે તેઓ અચંબામાં પડી ગયા. કોઈ દેશની સરકાર આખરે ફૂટબોલ જોવા પર પ્રતિબંધ કેવી રીતે ફરમાવી શકે? આવા તુચ્છ અને નિર્દયી કાયદા ઘડવા પાછળના કારણો શું? ઇરાન ઉપર લગભગ આખી દુનિયાએ ફિટકાર વરસાવ્યો. ઇસ્લામિક દેશોની સ્ત્રી વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયત્ન કરો, ત્યારે તમને સમજાય સાહેબ કે આ બધી યાતનાઓ તો તેઓ રોજ સહન કરે છે. તેમનું આયખું પોતાના અસ્તિત્વને શોધવામાં જ ખર્ચ થઈ જાય છે. ગુલામીની સાંકળો એમના પગે એટલી નિર્મમતાથી બાંધી દેવામાં આવી છે કે ઇચ્છતાં હોવા છતાં હજુ એમાં અસરકારક પરિવર્તનો જોવા નથી મળ્યા.

- Advertisement -

ને આજે કહેવાતાં ‘સેક્યુલરો’ હિજાબને ધર્મની અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય સાથે સરખાવી રહ્યા છે. અરે અક્કલના બારદાનો, તમને એ પણ જાણ છે ખરા કે કુરાનમાં હિજાબ અંગે શું ફરમાવવામાં આવ્યું છે? પહેલાંના સમયમાં રાણીવાસ અથવા જાહેર મેળાવડાંના કોઈ સ્થળ પર નોકરાણી અથવા ગુલામથી પોતાના ઘરની સ્ત્રીને અલગ તારવવા માટે હિજાબ પહેરવાનો આદેશ કુરાનમાં અપાયો છે. અને જો આ મામલે આટલાં રૂઢિચુસ્ત અને ધર્મપાલનમાં માનતાં હોય તો, એ પણ જાણી લો કે કુરાન ફક્ત એક આંખ ખુલ્લી રહે એ પ્રકારના હિજાબ પહેરવાનો આદેશ આપે છે. આજના જેવાં ફેશનેબલ અને અડધું મોં ખૂલ્લું રહે એવા અપડેટેડ હિજાબ પહેરવાનો નહીં !

ભારતમાં હિંદુઓ મુસલમાનો પર ત્રાસ વરસાવી રહ્યા છે, એવા પોકળ દાવા કરી રહેલાં સેક્યુલર સમાજ સમક્ષ આજે ચુસ્ત ઇસ્લામિક દેશોના કાયદાની બ્લ્યુ-પ્રિન્ટ પ્રસ્તુત કરવાની ઇચ્છા છે, જેથી એમની ભેંસ જેવી જાડી ચામડી ધરાવતાં મગજની આડેથી અવાસ્તવિક પડળો હટી શકે! પાબંદી કોને કહેવાય, દમન કોને કહેવાય, માનવાધિકારનું શોષણ અને અભિવ્યક્તિની ગુલામીનો ખરો ચિતાર જોવો હોય તો સાઉદીના દેશોમાં આંટો મારી આવો.

હું દુબઈ (UAE) પ્રવાસ પર હતો, ત્યારે જે નજારો જોવા મળ્યો એ આઘાતજનક હતો. અબુધાબી અને શારજાહમાં હજુ પણ સ્ત્રીઓ પોતે ઇચ્છે એ પ્રકારના વસ્ત્રો પહેરીને ખુલ્લેઆમ ફરી નથી શકતી.

- Advertisement -

આ બધી મર્યાદાઓ મકબરા-મસ્જિદ સુધી રહે એ વાજબી વાત છે, પરંતુ શહેરના અન્ય ભાગોમાં તેની શું જરૂર? દુનિયાનો કહેવાતો સૌથી આધુનિક દેશ, જ્યાં દર વર્ષે લાખો-કરોડો પ્રવાસીઓ જાહોજલાલી માણવા માટે આવે છે, ત્યાં આવા 18મી સદીના પ્રતિબંધો ખરેખર પછાત માનસિકતાનું પ્રદર્શન કરે છે.

સાઉદી અરેબિયાના કાયદાઓ સાંભળીને (વાંચીને!) તો કદાચ તમે દંગ રહી જશો! દાયકાઓ સુધી સાઉદી અરેબિયામાં સ્ત્રીઓ પોતાના પુરૂષ વાલી (પિતા, પતિ, પુત્ર, ભાઈ કે પુરૂષ સગા)ની મંજૂરી વગર કોઈ કામ કરી શકતી નહીં. ઘરની બહાર નીકળવું હોય, લગ્ન કરવા હોય, ડિવોર્સ લેવા હોય કે પછી સ્કૂલ-કોલેજમાં ભણવા માટે જવું હોય જીવનના દરેક પડાવ પર એમને પુરૂષોની મંજૂરીની આવશ્યકતા પડતી હતી. ઘણી વખત આવા કાયદાને લીધે સ્ત્રીઓ ઘરેલું હિંસા અને બળાત્કારનો ભોગ બનતી હતી. તેમણે જેને પોતાના માન્યા હોય, એવા જ વાસનાંધ પુરૂષો ઘણી વખત મંજૂરી આપવાના બહાને ઘરની સ્ત્રીઓની છેડતી કરે, એવી ઘટનાઓ છાશવારે બન્યા રાખતી. વળી, પુરૂષોની પરવાનગી વગર ત્યાં પોલીસ ફરિયાદ પણ શક્ય નહોતી, એટલે આવા દુષ્ટો સામે કાર્યવાહી પણ શું થઈ શકવાની? પાંચેક દાયકા પહેલા જન્મેલી સાઉદી અરેબિયાની સ્ત્રીઓએ જે જિંદગી જોઈ છે, એ નર્કાગારથી કમ નથી! ઘણી વખત તો એવું પણ બનતું કે પરિવારમાં કોઈ પુરૂષ સદસ્યની હાજરી ન હોય તો સ્ત્રીઓ ઇચ્છા હોવા છતાં દેશ છોડીને બીજે ઠરીઠામ ન થઈ શકે! કેટલાક કિસ્સાઓ એવા પણ છે, જેમાં જનેતાએ પોતાના પુત્રની પરવાનગી લેવી પડી હોય! જીવનની આ તે કેવી કરૂણતા!

અલબત્ત, સાઉદી અરેબિયામાં આ કાયદો હવે આંશિક રીતે નાબૂદ થયો છે. સ્ત્રીઓને ઘરનાં પુરૂષ સભ્યની પરવાનગી વગર લગ્ન, તલાક અને સંતાનના જન્મની નોંધણી કરવા માટેની છૂટછાટ આપી દેવામાં આવી છે. તદુપરાંત, એમને પોતાના પાસપોર્ટ કઢાવવા તેમજ વિદેશ-મુસાફરી કરવા માટે બીજા પર નભવું નહીં પડે! આમ છતાં ઘણી છટકબારીઓ જોવા મળી છે. જેમકે, સ્ત્રીઓ પુરૂષ-પરવાનગી વગર લગ્ન નહીં કરી શકે. પાસપોર્ટ કઢાવતી વખતે પણ એમાં અમુક અંશે પુરૂષો દખલગીરી કરી શકે છે! ઘરેલું હિંસાની વાત કરીએ તો, હજુ પણ કાયદો એમ કહે છે કે પોલીસ ફરિયાદ ફાઇલ કરાવતાં પહેલા ઘરના પુરૂષ સભ્યની મંજૂરી લેવી જરૂરી છે, પરંતુ જો એ સભ્ય જ સ્ત્રી પર કરવામાં આવતાં અત્યાચારનું કારણ બન્યો હોય, તો એવા સંજોગોમાં શું કરવું એ વિશેની ત્યાં કોઈ જોગવાઈ નથી! ઘણા બધા આંદોલનકારોનું માનવું છે કે ઇસ્લામિક દેશો પોતપોતાનો સગવડિયો ધર્મ અપનાવી રહ્યા છે. સ્ત્રીને છૂટછાટ આપવાનો તેઓ ફક્ત ડોળ કરી જાણે છે. વાસ્તવિકતા એ છે કે દાયકાઓથી અમુક રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતાં એ દેશોનાં લોકો સ્ત્રીની બાગડોર પોતાના હાથમાં જ રાખવા માંગે છે.

બાય ધ વે, ઇસ્લામિક દેશોમાં હિજાબ ન પહેરનારી સ્ત્રીને નગ્નતાના ત્રાજવે તોલવામાં આવે છે. સરકાર માટે બુરખો પહેર્યા વગરની સ્ત્રી એટલે લાજ-શરમ વગરની નગ્ન સ્ત્રી!

દુબઈ, શારજાહ, ઓમાન કે મસ્કતને તમે ભલે વિકસિત માનતાં હો, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરશો ત્યારે સમજાશે કે એમની પાસે બોલવાની પણ આઝાદી નથી. અખબારી સ્વાતંત્ર્યને નામે મોટું મીંડુ છે!   

સ્ત્રીના અસ્તિત્વને ઘરના રસોડા અને બેડરૂમના પલંગ સુધી સીમિત રાખવા માંગતા આવા લોકોને હવે નવી પેઢી સાખી શકે એમ નથી. કોઈ પણ બિલ્ડિંગ્સ, ઓફિસ, કોલેજ-યુનિવર્સિટી કે બેંકમાં રાખવામાં સ્ત્રી-પુરૂષ માટેના બે જુદા જુદા પ્રવેશદ્વાર હવે આજની જનરેશનને તકલીફ પહોંચાડવા લાગ્યા છે. સ્ત્રી-પુરૂષ જાહેરમાં એકબીજા સાથે ખૂલીને વાત પણ ન કરી શકે એ પ્રકારની વિચારસરણી હવે તેઓ બદલવા માંગે છે. હદ્દ તો ત્યારે થઈ સાહેબ, કે સાઉદી અરેબિયાના શોપિંગ-મોલમાં સ્ત્રીઓ માટે કોઈ ટ્રાયલ-રૂમ નથી રાખવામાં આવતાં! (કદાચ બંધ બારણે કપડાં બદલતી સ્ત્રી પણ ત્યાંના કહેવાતાં સુશીલ પુરૂષોનું મન વિચલિત કરી શકવાની ક્ષમતા ધરાવતી હશે?)

મનને શાતા અને હ્રદયને ટાઢક અપાવે એવી વાત એ છે કે, સ્ત્રીઓ પોતપોતાના સંગઠનો બનાવીને સરકારના આવા જાલિમ સ્ત્રી-વિરોધી કાયદાઓ સામે બળવો પોકારી રહી છે. સૌથી મોટો મુદ્દો છે, હિજાબ! તેમની માંગ છે કે અમને હિજાબમાંથી મુક્તિ જોઈએ છે. અમે અમારી મરજીથી બુરખો પહેરવા માંગીએ એ અલગ વાત છે અને બળપૂર્વક એનો આગ્રહ કરવામાં આવે એ અલગ! અમને ‘ઉપભોગ’ માટેની તુચ્છ ચીજ ગણવાને બદલે માનવતાસભર અધિકારો આપવામાં આવે. ધર્મના નામે લગાવવામાં આવેલી બંદિશો હટશે નહીં ત્યાં સુધી આ જ રીતે વારેઘડિયે સહર ખોડયારી જેવી સ્ત્રીઓ પોતાની જાનનું બલિદાન આપતી રહેશે.

કર્ણાટકમાં ચાલી રહેલો વિવાદ એવું દર્શાવે છે કે જો હજુ પણ આપણે શાંત રહ્યા તો એવું બની શકે કે ધીરે ધીરે શાળા-કોલેજ-યુનિવર્સિટીમાં યુનિફોર્મને બદલે હિજાબ પહેરવાની છૂટ આપી દેવામાં આવે! અને એ વખતે ભારતના ‘સેક્યુલર’ બૌદ્ધિકોને કોઈ જ વાંધો નહીં હોય, કારણકે એમની બિનસાંપ્રદાયિકતા સગવડિયા ધર્મ જેવી છે! 

એક બાજુ ઇસ્લામિક દેશો હિજાબ હટાવવાની વાત કરી રહ્યા હોય અને ભારતમાં અસંખ્ય મૂર્ખ ‘સેક્યુલરો’ હિજાબની તરફેણમાં અવાજ ઉઠાવી રહ્યા હોય, એ ખરેખર એમના ડબલ ઢોલકી સેક્યુલારિઝમની ચાડી ખાય છે. શાળા એ વાસ્તવમાં સેક્યુલર-સંસ્થાન છે, જ્યાં દરેક બાળક નાતજાત કે ધર્મના ભેદભાવ વગર ભણવાનો અધિકાર ધરાવે છે. કર્ણાટકમાં ચાલી રહેલો વિવાદ એવું દર્શાવે છે કે જો હજુ પણ આપણે શાંત રહ્યા તો એવું બની શકે કે ધીરે ધીરે શાળા-કોલેજ-યુનિવર્સિટીમાં યુનિફોર્મને બદલે હિજાબ પહેરવાની છૂટ આપી દેવામાં આવે! અને એ વખતે ભારતના ‘સેક્યુલર’ બૌદ્ધિકોને કોઈ જ વાંધો નહીં હોય, કારણકે એમની બિનસાંપ્રદાયિકતા સગવડિયા ધર્મ જેવી છે!
આશ્ચર્ય તો એ વાતનું છે કે કેરેલા હાઇકોર્ટમાં વકીલે હડીથને પુરાવા તરીકે ધરીને હિજાબની તરફેણ કરી અને કોર્ટે સાંભળી પણ ખરાં! જો કુરાનમાં લખાયેલાં વાક્યને આધારભૂત ગણીને હિજાબની તરફેણ કરી શકાતી હોય, તો પછી અયોધ્યાના રામમંદિર મુદ્દે કેમ આટલા દાયકાઓ સુધી ન્યાયતંત્રમાં દલીલો ચાલી? આપણી પાસે વાલ્મિકી રામાયણ હોવા છતાં કેમ શ્રીરામના જન્મ અને અયોધ્યાનું મંદિર હોવા અંગેના પુરાવા માંગવામાં આવ્યા? વાલ્મિકીકૃત રામાયણ અને વેદ વ્યાસ રચિત મહાભારત તો સત્તાવાર રીતે ભારતનો ઈતિહાસ હોવા છતાં હજુ સુધી ‘સેક્યુલર’ના મગજમાં કેમ અસંમતિનું ભૂંસુ ભરાયેલું છે?

દુબઈ, શારજાહ, ઓમાન કે મસ્કતને તમે ભલે વિકસિત માનતાં હો, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરશો ત્યારે સમજાશે કે એમની પાસે બોલવાની પણ આઝાદી નથી. અખબારી સ્વાતંત્ર્યને નામે મોટું મીંડુ છે! ‘ખલીજ ટાઇમ્સ’થી માંડીને અન્ય નાના-મોટાં અખબારો ત્યાંના રાજાની માલિકીના છે! પોતાના દેશમાં ઉઠતાં અવાજને દબાવી દેવામાં તેઓ અત્યંત ચબરાક છે. દેશ-દુનિયાની સામે તેઓ પોતાની એવી જ છબી તેઓ ઉજાગર કરશે, જે એમના ટૂરિઝમને વેગ અપાવી શકે. ધેટ્સ ઇટ! બાકી માંહ્યલા ગુણ તો મહાદેવ જ જાણે!

છ છોકરીઓથી શરૂ થયેલો વિવાદ આજે આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો! અને એ પણ એક એવા મુદ્દે, જેમાં દલીલબાજી અને વિખવાદને કોઈ અવકાશ જ નથી. બુરખા અને હિજાબને આજે સ્ત્રી-સશક્તિકરણનું હથિયાર ઠેરવી દેવામાં આવ્યું. મલાલા જેવી મલાલા… જેને રૂઢિગત/જડ – રેડિકલ – ઇસ્લામે ત્રાસ આપવામાં કંઈ બાકી નથી રાખ્યું, એ આજે ભારતના આંતરિક મુદ્દામાં અને એમાં પણ ખાસ કરીને હિજાબની તરફેણમાં ટ્વિટ કરી રહી છે.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સસુરાલ ગેંદા ફૂલ!
Next Article હિજાબ મામલો: સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો 

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?