પુરવઠામાં બે ઇન્સ. સહિત 4ની નિમણૂક : રાજકોટની ત્રણે-ત્રણ મામલતદાર ઝોનલ કચેરીના સર્કલ ઓફિસર બદલાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ ગઈ કાલે મોડી સાંજે રાજકોટ શહેર અને જિલ્લાના 29 નાયબ મામલતદારોની બદલીના હુકમો કર્યા છે.
રાજકોટ શહેરના નાયબ મામલતદારોની બદલીની વાત કરીએ તો રાજકોટ ખાતે ગ્રામ્ય પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા એસ. એચ.લશ્કરી, તાલુકા મામલતદાર કચેરીના એ.જી. જાડેજા, મધ્યાન ભોજન યોજના કચેરીના ડી.જી. ભાગીયા, પ્રાંત અધિકારી ઝોન-1ના એસ.ડી. કથીરિયા, ઝોન બે ના એમ.પી.ઝાલા,ચૂંટણી શાખાના એમ.બી.જાડેજા, પશ્ચિમ જોન મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર એમ.બી.ટિંબડિયા દક્ષિણ જોન મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર વાય,ડી. સોનપાલ, તાલુકા મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર જે.એમ દેકાવાડીયા, મધ્યાન ભોજન યોજના કચેરીના એમ.એચ. જાનિ, એ એમ.ટીલાળા, અને પ્રાદેશિક તાલીમ કેન્દ્રના એસ.જે. જોશીનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાના નાયબ મામલતદારોની બદલીની વાત કરીએ તો વિછીયાના એન. એલ. બાજપાઈ, લોધિકાના એમ.જે. ધામેલીયા, ધોરાજીના પી.કે.રાઠોડ, ઉપલેટાના એમ બી વામરોટિયા, જસદણના ટી. બી.. પરમાર, જામકંડોરણાના જે એલ ગોંડલીયા, ગોંડલના ડી એમ વઘાસીયા, પડધરીના પી. આર. ચુડાસમા, ધોરાજીના જે.કે. પીલોજપરા, ગોંડલના ડી.ડી.ઠુમ્મર, જેતપુરના એમ.એન. સોલંકી, જસદણમાં એલ બી ઝાલા, જે એલ રાજાવાઢા, ગોંડલ ગ્રામ્યના માધવી ભટ્ટ, કોટડાસાંગાણીના ટી.એસ. બાણુગરીયાનો સમાવેશ થાય છે.
- Advertisement -
લશ્કરીને ઝોન- 2 પ્રાંત અધિકારીની કચેરીમાં મુકવામાં આવ્યા છે બીપી દક્ષિણ ઝોન મામલતદાર કચેરીના નવા સર્કલ ઓફિસર તરીકે એ.જી. જાડેજાને મૂકવામાં આવ્યા છે. તાલુકા મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર તરીકે એસ.બી. કથીરિયાની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી શાખાના એ કે પરમારને અને વાર.ડી. સોનપાલને પુરવઠા ઇન્સ્પેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે. પશ્ચિમ ઝોન મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર તરીકે એમ.પી. ઝાલાને મુકવામાં આવ્યા છે.



