25 વર્ષની ઉંમરે રાજકોટના મેયર બન્યા અને સતત 4 ટર્મથી કોર્પોરેટર રહ્યા.
ખાસ-ખબર સંવાદદાતા
પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને પૂર્વ મેયર ઉદય કાનગડનો આજે જન્મદિવસ છે. તેઓ આજરોજ તેમના 47 વર્ષ પૂર્ણ કરી 48માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
ઉદય કાનગડના સુવર્ણ સમયનો ઉદય 1995થી થયો હતો. તેઓ 1995માં પ્રથમ વખત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા. તેઓ સતત 4 ટર્મ કોર્પોરેટર રહ્યા છે. તેઓની ફકત 25 વર્ષની ઉંમરે એટલે કે 1997માં મનપાના મેયર તરીકે પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ 2006 અને 2007માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, 2014-15માં ડેપ્યુટી મેયર તથા જૂન 2018માં બીજી વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદગી પામ્યા હતા. લોકસેવા અને રાજકોટ શહેરનો વિકાસ કરવો, નાગરિકોને મદદરૂપ થવુ એ જ ઉદય કાનગડનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. એટલું જ નહીં તેઓ સ્પષ્ટ વક્તા અને નીડર તરીકે પણ ઉભરી આવ્યા છે. સ્પષ્ટ વક્તા એવા ઉદય કાનગડ સમાજ માટે કંઈક કરી છૂટવાના આશયથી ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા અને બાદમાં યુવા ભાજપના વોર્ડ પ્રમુખ બન્યા હતા.
- Advertisement -
ઉદય કાનગડનું બાળપણ શહેરના હાથીખાના વિસ્તારમાં વિત્યું છે. આજે તેમના જન્મદિન નિમિત્તે રાજકિય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, કાર્યકરો અને પરિવારજનો, મિત્રો તરફથી તેમના મોબાઈલ નં. 9909992404 પર શુભેચ્છાઓની વર્ષા વર્ષી રહી છે.


